અમિતાભે શ્વેતા સાથે કરી આવી રીતે રીક્ષાની સવારી, ફોટો શેર કરી આપ્યો આ મેસેજ

PC: india.com

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમની પુત્રી શ્વેતા બચ્ચન નંદા રીક્ષાની સવારી કરતા જોવા મળ્યા હતા. બિગ બીએ પોતાના બ્લોગમાં કહ્યું હતું કે, હું આજે યાત્રાના પસંદગીના માધ્યમ રીક્ષામાં કામ પર ગયો હતો. તમે તેને ઓટો રિક્ષા, ઓટો અથવા રિક કંઈ પણ કહી શકો છો.

અમિતાભે એક ફોટો શેર કર્યો છે, જેમાં તે રીક્ષામાં તેમની પુત્રી શ્વેતા સાથે બેઠેલા જોવા મળે છે. જ્યાં બીજા એક ફોટોમાં તે હાથમાં લાકડી પકડીને ઓટો રીક્ષાવાળા સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. અમિતાભે લખ્યું હતું કે, દરેક સમયે ચહેરા પર હાસ્ય રાખવા વાળા રીક્ષા ચાલક શરીકને જ્યારે મેં પૂછ્યું કે તેું દિવસમાં કેટલું કમાઈ લે છે તો તેણે કહ્યું હતું કે, રોજના 1500 થી 1800 રૂપિયા અને જ્યારે શૂટ માટે રીક્ષા જાય છે તો 5000 અથવા તેનાથી વધારે કમાઈ લેવ છું.

75 વર્ષના અભિનેતાએ એ પણ કહ્યું હતું કે, તેઓ અસહાય મહેસૂસ કરે છે. હું આ દેશના વખાણ કરરું છું. હું આ દુનિયાની પ્રશંસા કરું છું પરંતુ પોતાને અસહાય મહેસૂસ કરું છું અને પોતાને ભાગ્યશાળી માનું છું કે આવા દેશમાં મારો જન્મ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp