BJPના મોટા નેતાના દીકરાના ધામધૂમથી લગ્ન, ગાઈડલાઈન્સનો ઉલાળીયો

PC: sandesh.com

કોરોના વાયરસને કારણે એક બાજુ રાજ્યની સ્થિતિ અનિયંત્રીત થઈ રહી છે. મેડિકલ વિભાગ અને તંત્રનો સ્ટાફ હવે હાંફી રહ્યો છે. સંક્રમણ વધે નહીં એ માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાઈટ કર્ફ્યૂ લાગુ કર્યો છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગે માત્ર 50 લોકોની જ છૂટ આપવામાં આવી છે. પણ સત્તાધારી પક્ષના લોકો જ મુખ્યમંત્રીની વાતનું પાલન કરતા નથી. શાસકપક્ષના નેતાઓને જાણે કોઈ નિયમ લાગુ જ પડતા હોય એ રીતે મહામારીના સમયમાં લગ્ન પ્રસંગે મોજ કરી રહ્યા છે.

અમરેલી ભાજપના મોટા નેતા અશ્વીન સાવલિયાના દીકરાના લગ્નમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ધામધૂમથી લગ્ન પ્રસંગ ઉજવાયો હતો. એક બાજું પ્રજા હાડમારી ભોગવી રહી છે બીજી તરફ નેતાઓ પ્રસંગને કારણે હરખઘેલા થયા છે. જોકે, વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. એટલે પહેલો પ્રશ્ન પોલીસ તંત્ર પર ઊઠે છે કે, સોશિયલ ડિન્સન્સ અને માસ્ક ન હોય ત્યારે હજારો રૂપિયાનો દંડ વસુલતી પોલીસે અહીં કેમ પગલાં ન લીધા? અમરેલીના લાલાવદરમાં ભાજપના નેતા અને અમર ડેરીના અધ્યક્ષ અશ્વિન સાવલિયાના દીકરાના લગ્નમાં જાણે કોરોના છે જ નહીં એવું ચિત્ર જોવા મળ્યું હતું. સંગીતના તાલે લોકો મન મૂકીને નાચી રહ્યા હતા. ભાજપ સાંસદ નારણ કાછડિયા પમ આ લગ્ન પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલના આ ગામમાં કોરોનાને કારણે સાત દિવસમાં ત્રણ યુવાનોના અકાળે મોત થયા છે. છતાં અશ્વિન સાવલિયાએ પોતાના દીકરાના ધામધૂમથી લગ્ન પતાવ્યા હતા. આ અંગે જ્યારે અશ્વિન સાવલિયાને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે પણ તેમણે પોતાની ભૂલ સ્વીકારી ન હતી. આ સાથે કહ્યું, બધા મારા પરિવારના જ છે, મારા પરિવારમાં 52 સભ્યો છે. ઘરમાં 60 લોકો રહીએ છીએ. અંતે નેતાએ પોતાની ભૂલ સ્વીકારી હતી. અશ્વિન સાવલીયાએ એવું પણ કહ્યું કે, બાળકોથી ભૂલ થઈ છે. આ પછી તેણે પોતાનો ફોન કાપી નાંખ્યો.

એક બાજુ પોલીસ જાહેર મેળાવડા અને લગ્ન પ્રસંગે આયકર વિભાગના અધિકારી જેમ બેનામી સંપત્તિ પર ત્રાટકે એ રીતે દરોડા પાડી રહી છે. બીજી તરફ શાસક પક્ષના નેતાએ એમના જ સિનિયર નેતાઓના જાહેર કરેલા નિયમનો ભંગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, લગ્નમાં ભીડ ભેગી ન થાય એ જવાબદારી પોલીસ તંત્રની રહેશે. પણ નિયમ માત્ર ગુજરાતની સામાન્ય પ્રજા માટે જાહેર કર્યો હશે. નેતાઓને નિયમભંગનો વિશેષાધિકાર આપવામાં આવ્યો હોય એમ વર્તે છે. ભાજપના નેતાઓને કોઈ ગાઈડલાઈન્સ કે નિયમ લાગુ નથી પડતા. એ પછી સી.આર. પાટીલ હોય કે અશ્વિન સાવલીયા. તેઓ નિયમ પણ તોડે છે અને પોલીસ કાર્યવાહી પણ કરતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp