અમૃતસર ટ્રેન દૂર્ઘટના: આયોજકનો વીડિયો આવ્યો સામે, કહ્યું- આ એક કુદરતી કહેર

PC: ANI photo

નેશનલ ડેસ્ટઃ પંજાબના અમૃતસરમાં વિજ્યાદશમીના દિવસે રાવણદહન દરમિયાન ટ્રેનની અડફેટે 61 લોકોના મોત થવાની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યારે આ દૂર્ઘટના ઉપર રાજકીય દંગલ શરૂ થયું છે અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યાં છે. દરમિયાન આ પ્રકરણમાં ફરાર રામલીલાના આયોજક અને કોંગ્રેસ નેતાના પુત્ર સૌરભ મદાન મિટ્ટુનો વીડિયો સામે આવ્યો છે. જેમાં આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને પોતે નિર્દોશ હોવાનો તેણે પોતાનો બચાવ કર્યો છે.

અમૃતસરમાં રાવણદહનનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક લોકો રેલવે ટ્રેક ઉપર ઉભા રહીને રાવણદહન નિહાળી રહ્યાં હતા ત્યારે પૂરઝડપે આવેલી ટ્રેને લોકોને અડફેટે લેતા ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો. આ દૃર્ઘટનામાં 61 લોકોના કરુણમોત થયા હતા. જયારે 100થી વધારે લોકો ઘાટલ થયા હતા. આ પ્રકરણમાં પોલીસ રાવણદહનનું આયોજન કરનાર સૌરભ મિટ્ટુને શોધી રહી છે. દરમિયાન તેનો એક વીડિયો સામે આવ્યો છે. તેણે વીડિયોમાં જણાવ્યું છે કે, આ ઘટના દુઃખદ છે. હું આ ઘટનાથી ખુબ દુઃખી છું. હું જણાવી શકતો નથી કે, હાલ હું કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું. તમામને સાથે લાવવા માટે વિજ્યાદશમી મહોત્સવની ઉજવણીનું આયોજન કર્યું હતું. તેમજ આયોજન માટે જરુરી તમામ મંજુરી લીધી હતી. મારા તરફથી કોઈ કચાસ બાકી રખાઈ ન હતી.

તેણે વધુમાં કહ્યું છે કે, પોલીસ, નગરપાલિકા, ફાયરબ્રિગેડ સાથે વાત કરી હતી. અમે રાવણદહનનું આયોજન રેલની ટ્રેક ઉપર નહીં પરંતુ ખુલ્લા મેદાનમાં કર્યું હતું. જોકે, કેટલાક લોકો રેલવે ટ્રેક અને તેની આસપાસ ઉભા હતા. દરમિયાન અચાનક ટ્રેન આવતા લોકોને કોઈ જાણ થઈ ન હતી. આ કુદરતી કહેર છે જેમાં મારી કોઈ ભુલ નથી. કેટલાક અધિકારીઓ મારી સાથે અંગત અદાવત નીકાળી રહ્યાં છે. અમે 8થી 10 વખત લોકોને રેલવે ટ્રેક ઉપર અને તેની આસપાસ નહીં ઉભા રહેવા સૂચના આપી હતી. તેમજ કેટલીક વખત લોકોને રેલવે ટ્રેક પરથી દુર કર્યા હતા. જેથી આ ઘટનામાં મારો કોઈ દોષ નથી. આ બનાવથી મારો પુરો પરિવાર ખુબ દુઃખી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દૂર્ઘટના દિવસના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા. દુર્ઘટના બાદ તાત્કાલિક સૌરભ બનાવ સ્થળ પરથી કારમાં બેસીથી પલાયન થઈ ગયો હોવાનું સીસીટીવીમાં નજરે પડ્યો હતો. તેમજ દૂર્ઘટના બાદ સૌરભ રાવણદહન સ્થળ પર નજરે પડ્યો ન હતો. સૌરભની સાથે અન્ય બે લોકો માર્ગ ઉપર દોડતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp