કોંગ્રેસના નવા બની રહેલા હેડ ક્વાર્ટર પર ચાલ્યું PWDનું બુલડોઝર, જાણો કારણ

PC: timesnownews.com

લોક નિર્માણ વિભાગ (PWD)એ દિલ્હીમાં દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર સ્થિત કોંગ્રેસ હેડક્વાર્ટરની નિર્માણાધિન ઇમારત પર સામાન્ય કાર્યવાહી કરતા બુલડોઝર ચલાવી દીધો. આ કાર્યવાહી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની મંજૂરી વિના બનાવવામાં આવેલા 3 પગથિયાંને લઈને કરવામાં આવી છે. એક અધિકારીના જણાવ્યા મુજબ, નિર્માણ માપદંડો મુજબ, એક ઇમારતમાં જતા પગથિયાં તેના બહાર નહીં બનાવી શકાય. તેનો દાયરો એટલો જ હોવો જોઈએ જેટલો નક્કી હોય.

PWDના એક અધિકારીએ કહ્યું કે, નિર્માણના માપદંડો મુજબ, કોઈ ઇમારતમાં જનારા પગથિયાં તેની બહાર નહીં બનાવી શકાય. પગથિયાં ઇમારતના ગેટની અંદર જ હોવા જોઈએ. PWDએ આ અઠવાડિયાની શરૂઆતમાં દીનદયાલ ઉપાધ્યાય માર્ગનું નિરીક્ષણ કર્યું હતું અને કોંગ્રેસ હેડક્વાર્ટરના અધિકારીઓને તેને લઈને પહેલા જ જાણકારી આપી દેવામાં આવી હતી. PWDન એક અન્ય અધિકારીએ કહ્યું કે, PWDના એક સર્વેક્ષણ બાદ સામે આવ્યું કે, પગથિયાં ફૂટપાથનું દબાણ કરી રહ્યા હતા અને આ કાયદાકીય રીતે ખોટા હતા એટલે હિસ્સાને હટાવી દેવામાં આવ્યો.

PWDના અધિકારીએ કહ્યું કે, આ પગથિયાંને તોડવા માટે કોંગ્રેસ તરફથી પહેલા જ લીલી ઝંડી મળી ચૂકી હતી. આ કોઈ મોટું ડિમોલિશન નહોતું. તેમણે કર્મચારીઓના પ્રવેશ માટે સાઇડ એન્ટ્રી પર વધારાના 3 પગથિયાં બનાવ્યા હતા, જેનું નિર્માણ MCD દ્વારા અનુમોદીત યોજના મુજબ નહોતું. એટલે તેને શુક્રવારે તોડી દેવામાં આવ્યા. એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, દિલ્હી સરકારના પ્રશાસનિક નિયંત્રણમાં આવનારા PWD રાજધાનીમાં આ વર્ષે પ્રસ્તાવિત G-20 સમિટની તૈયારીઓ હેઠળ ગેરકાયદેસર ઢાંચા હટાવવા માટે શહેરમાં દબાણ વિરોધી અભિયાન ચલાવી રહ્યું છે.

આ બધુ એ દરમિયાન થઈ રહ્યું હતું, જે સમયે રાહુલ ગાંધીની લોકસભાથી સભ્યતા રદ્દ થવાના સમાચાર આવ્યા હતા. પોતાની અયોગ્યતા પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તે ભારતનો અવાજ લાગૂ કરવા માટે લડી રહ્યા છે અને તેના માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP)ના પણ કાર્યાલય આવેલા છે. PWD આ અગાઉ પણ દીનદયાલ ઉપાધ્યાય માર્ગ પર દબાણ વિરુદ્ધ અભિયાન ચલાવી ચૂક્યું છે, જેમાં AAP કાર્યાલય બહાર બનેલી એક અસ્થાયી રૂમને તોડવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp