હવે કેન્સર થયા પહેલા જ તેની જાણ થઈ જશે, LHPP પ્રોટીન શોધાયું

PC: ndtv.com

લીવરમાં અનિયંત્રિત કેન્સરના કોષોને ફેલાતા રોકવા માટે વૈજ્ઞાનિકોએ એક ખાસ પ્રકારના પ્રોટીનની શોધ કરી છે. કેન્સર વિરોધી આ પ્રોટીનને LHPP નામ આપવામાં આવ્યું છે. 'નેચર' નામના જર્નલમાં પ્રકાશિત આ શોધમાં કહેવામાં આવ્યું છે કે LHPP લીવરના કેન્સરની ઓળખ અને સારવારમાં બાયોમાર્કર એટલે કે અસરકારક સાબિત થાય છે.

મોટા ભાગે લીવર કેન્સરની ઓળખ ત્યારે થાય છે, જ્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. એટેલે કે કેન્સરનો રોગ ખૂબ ફેલાઈ ચૂક્યો હોય છે અને લીવર ખૂબ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હોય, એવા સમયે આ રોગની સારવાર કરવી અઘરી થઈ જાય છે. આ રોગની સમસ્યાના સમાધાન માટે સંશોધકો દ્વારા આ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન શોધવામાં આવ્યું છે. જે કેન્સર થયા પહેલાં જ તેની ઓળખ આપી દેશે. સંશોધકોનું માનવું છે કે કેન્સર-રોધી આ પ્રોટીનથી ડોક્ટરોને વધારે સારા ઈલાજનો વિકલ્પ મળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp