દેશના સૌથી મોંઘા લગ્નમાં આવ્યા જેટલા મોટા સ્ટાર્સ, આવી એટલી જ સુપરકાર્સ

PC: amarujala.com

ઈશા અંબાણી અને આનંદ પિરામલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ લગ્ન અંબાણીના મુંબઇ સ્થિત ઘર એન્ટિલિયામાં સંપન્ન થયાં હતા. આ ભવ્ય લગ્નમાં દેશ-વિદેશની સુપ્રસિદ્ધ સેલિબ્રિટીઝ પહોંચી હતી. આ સાથે લગ્નમાં બોલીવુડ સ્ટાર્સ પણ સેન્ટર ઓફ ધ અટ્રેક્શન બન્યા હતા. મુકેશ અંબાણી ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. તેઓ અને તેમનો પરિવાર તેમની મોહક જીવનશૈલી માટે હંમેશા સમાચારમાં રહેતા હોય છે. મુકેશ અંબાણી પહેલેથી કારના શોખીન રહ્યા છે અને તમે જાણીને ચોંકી જશો કે મુકેશ અંબાણી 160થી વધુ કારના માલિક છે. જો કે, લગ્નમાં ઘરની અંદરનો માહોલ તો શાનદાર હતો જ પણ બહારનો માહોલ પણ એકથી એક ચઢિયાતી રોયલ સ્પોર્ટ્સ કાર્સથી ભરેલો જોવા મળ્યો.

આ લગ્નમાં બચ્ચન પરિવાર, આલિયા ભટ્ટ, ગૌરી ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, રેખા, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, શાહિદ કપૂર, મીરા રાજપૂત, પ્રિયંકા ચોપરા, નિક જોનાસ અને માધુરી દિક્ષિત જેવા ઘણાં મોટાં સ્ટાર્સે હાજરી આપી હતી. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ઈશાના લગ્નના દરેક કાર્યક્ર્મમાં 150થી 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. બ્લૂમબર્ગે તેના અહેવાલમાં ઈશાના લગ્નનો ખર્ચ 110 કરોડ રૂપિયા જણાવ્યો છે.

મુકેશ અંબાણી તેમની બીએમડબલ્યુ 760એલઆઈમાં ઘણીવાર જોવા મળે છે. જે એક 760 એલઆઈ સ્પોર્ટ્સ કાર છે. જેની કિંમત ભારતમાં લગભગ 1.9 કરોડ રૂપિયા છે. અંબાણીની ઝેડ કેટેગરી સુરક્ષા જરૂરિયાતોની જરૂરિયાતો અનુસાર બીએમડબલ્યુએ તેમાં ફેરફાર કર્યા છે. બીજીબાજૂ આર્મ્ડ કાર્સની ઈમ્પોર્ટ ડ્યુટી પર 300 ટકા ટેક્સ લાગે છે. જેના કારણે આ કારની કિંમત 8.5 કરોડ રૂપિયા છે.

બીએમડબ્લ્યુ 760 એલઆઈના દરેક દરવાજાની જાડાઈ 65 એમએમ છે અને 150 કિલોગ્રામ વજન સાથે આ કાર બુલેટપ્રુફ પણ છે. આ કારનું લેંડ માઇન્સ માટે પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં તે સફળ રહી છે. આ ઉપરાંત આ કાર પર આર્મી ગ્રેડ હથિયારો, હેન્ડ-ગ્રેડ અને 17 કિલો સુધીની હાઈઈન્ટેન્સિટી ટીએનટી બ્લાસ્ટની કોઈ અસર નથી થતી.

રાસાયણિક હુમલો થવા પર બીએમડબ્લ્યુ 760 એલઆઈ કારને કોઈ નુક્સાન નથી પહોંચતું. તેમજ કટોકટી દરમિયાન કારની અંદર રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત, આ કાર બીએમડબ્લ્યુ 760 એલઆઈ વીઆર 7 બ્લાસ્ટિરકર પ્રોટેક્શન માટે તૈયાર છે. આ કારની ડોર પેનલની અંદર માત્ર પ્લેટ્સ છે. મુકેશ અંબાણી દર વર્ષે પોતાના ડ્રાઇવરોને આશરે 24 લાખ રૂપિયા પગાર આપે છે. આમ, ઈશાના લગ્નમાં મુકેશ અંબાણીના ઘરના પાર્કિંગ એરિયામાં એકથી એક રોયલ કાર્સ પાર્ક થયેલી હતી. આ દૃશ્ય ત્યાં રહેલા લોકો માટે જોવાલાયક અને માણવાલાયક દૃશ્ય બન્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp