મરતા પહેલા હોસ્પિટલમાં ગાયેલું અચ્છા ચલતા હું...ગીત, નિધન પછી વાયરલ થયો Video

PC: india.com

સોશિયલ મીડિયા પર આસામના એક છોકરાનો ઈમોશનલ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમારી આંખો પણ ભીની થઇ જશે. રીષભ દત્તાના અવાજને ગયા વર્ષે ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. 9 જુલાઇએ બેંગલોરની હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે. 17 વર્ષીય રીષભ દત્તા પોતાના ગીતો માટે 2019માં વાયરલ થયા હતા. લોકોએ તેમના મધુર અવાજની ખૂબ પ્રશંસા કરી હતી.

બે વર્ષ પહેલા રીષભને અપ્લાસ્ટિક એનીમિયા નામની એક દુર્લભ સ્થિતિ વિશે જાણ થઇ હતી અને દુર્ભાગ્યથી 9 જુલાઇના રોજ તેમનું નિધન થયું છે. તેમના નિધન પછી રીષભનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઇ રહ્યો છે. જેને સાંભળી લોકોની આંખો ભીની થઇ રહી છે. ફેસબુક યૂઝર મોનજીત ગોગોઇએ રીષભના ગીતોના બે વીડિયો પોસ્ટ કર્યા છે અને ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

એક વીડિયોમાં રીષભે ગિટાર પ્લે કર્યું અને 2016માં રીલિઝ થયેલી ફિલ્મ એ દિલ હે મુશ્કિલનું હિટ સોન્ગ ચન્ના મેરેયા ગીત ગાયું હતું. જ્યારે તેઓ હોસ્પિટલમાં દાખલ હતા.

રીષભે 2013ની ફિલ્મ યે જવાની હે દીવાનીનું પોપ્યુલર ગીત કબીરા પણ ગાયું હતું. તેણે ગિટાર પ્લે કરતા આ ગીત ગાયું હતું. હેલ્થ કેયર વર્કર્સ અને નર્સ રીષભના રૂમમાં મોજૂદ હતા અને તેઓ રીષભને પ્રેરિત કરી રહ્યા હતા.

રીષભના આ વીડિયોને હજારો લાઇક્સ અને શેર મળ્યા છે. લોકો આ વીડિયોને જોઇ ખૂબ ઇમોશનલ થઇ રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, તમે અમને સંગીતના માધ્યમથી ખૂબ પ્રેરિત કર્યા છે. તમે અમર છો. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, તમે રડાવી દીધા. તમે જ્યાં પણ છો, ખુશ રહો.

રીષભ દત્તા આસામના તિનસુકિયા જિલ્લાના કાકોપોથરથી હતા. તેમનું શરૂઆતમાં વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં અને પછી બેંગલોરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp