બ્રહ્માંડના એક વધુ રહસ્યનો ખુલાસો, બ્લેક હોલની ચારે તરફ મળી એક્સ કિરણો

PC: NASA

ભારતીયોની આગેવાનીવાળી આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની એક ટીમને બ્લેક હોલની સીમાની ઓળખ કરવામાં મોટી સફળતા મળી છે. વૈજ્ઞાનિકોએ બ્લેક હોલની ચારે તરફ વિશેષ પ્રકારના એક્સ કિરણોને શોધી કાઢ્યા છે. આ કિરણો બ્રહ્માંડમાં રહેલા અન્ય પિંડો અને બ્લેક હોલને સ્પષ્ટ રીતે અલગ કરે છે, જે દ્રવ્યમાન અને આકારમાં તેમની બરોબર છે, જેમકે ન્યુટ્રોનના તારા. ખગોળશાસ્ત્રીઓ અનુસાર, વર્તમાનની શોધ વિશાળ બ્લેક હોલની ચારે તરફ એક્સ કિરણો બાબતે ઉપગ્રહથી મળેલી જાણકારીઓ સૌથી નક્કર અને સચોટ છે. અંતરિક્ષ દૂરબીનથી એક્સ કિરણોની બાબતે જાણકારી મેળવવામાં સફળતા મળી છે.

શોધ કરનારા ખગોળવિદોમાં મુંબઈ સ્થિત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ (TIFR)ના સુદીપ ભટ્ટાચાર્ય પણ સામેલ છે. બ્રહ્માંડમાં રહેલા બ્લેક હોલ જેવા પિંડોની બાબતે કેટલાક વધુ નક્કર પુરાવા મળ્યા નથી. વૈજ્ઞાનિકો અનુસાર, અત્યાર સુધી માત્ર એક અતિ વિશાળકાય બ્લેક હોલ બાબતે જાણવા મળ્યું છે, જેનું દ્રવ્યમાન સૂર્યથી પણ 6 અરબ ગણું મોટું છે. સૂર્યનું દ્રવ્યમાન રેડિયો તરંગ આસપાસના વિકિરણોનો ઉપયોગ કરીને નીકળી ગયું છે. સ્ટડી અનુસાર, બ્રહ્માંડના કેટલાક આત્યંતિક પાસાઓની તપાસ કરવા માટે તારાકીય દ્રવ્યમાનવાળા બ્લેક હોલને સમજવું અનિવાર્ય છે, જેનું દ્રવ્યમાન સૂર્યથી 10 ગણું વધારે છે.

મંથલી નોટિસ ઓફ રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી’ નામની પત્રિકામાં આ સ્ટડી પ્રકાશિત થવાની છે. બ્લેક હોલ, બ્રહ્માંડમાં એવી જગ્યાએ છે, જ્યાં ભૌતિક વિજ્ઞાનનો કોઈ નિયમ કામ કરતો નથી. તેની કોઈ સપાટી નથી. આ એક અદ્રશ્ય સીમાની અંદર સીમિત હોય છે. જેની એક ઘટનાને ક્ષિતિજ કહેવામાં આવે છે. તેનો ગુરુત્વાકર્ષણ વિસ્તાર ખૂબ જ શક્તિશાળી છે. તેના ગુરુત્વાકર્ષણથી કોઈ બચી શકતું નથી. પ્રકાશ પણ અહીં પ્રવેશ કર્યા બાદ બહાર નીકળી શકતો નથી. તે પોતાના ઉપર પડનારા પ્રકાશને શોષિત કરી લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp