જાણો શા માટે ઓટો રિક્ષાચાલક પાસે માંગવામાં આવ્યો 4.39 કરોડ રૂપિયા ટેક્સ

PC: drivespark.com

રાજસ્થાનના બારમેરનો એક ઓટો રિક્ષા ચાલક એ સમયે હેરાન રહી ગયો જ્યારે તેને ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી 4.39 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી. તે એ જાણીને તો હજુ પણ પરેશાન થઈ ઉઠ્યો કે તેના નામ પર એક કંપની છે જેનું ટર્નઓવર 32.62 કરોડ રૂપિયા છે. આ બાબત સમજમાં આવ્યા બાદ ઓટો રિક્ષા ડ્રાઈવર પોલીસ પાસે પહોંચ્યો અને પોતાના ડોક્યુમેન્ટનો દૂરોપયોગ કરવાની ફરિયાદ કરી. જોકે પોલીસે હજુ કેસ દાખલ કર્યો નથી.

આ દરમિયાન તપાસમાં જાણવા મળ્યું કે દિલ્હીની એક કંપનીએ શેલ કંપની બનાવતી વખતે ઓટો ચાલકના ડોક્યુમેન્ટનો દૂરોપયોગ કર્યો હતો. GST અધિકારીઓએ દિલ્હીમાં ઓથોરિટીઝ સામે મુદ્દો ઉઠાવ્યો છે. બારમેરમાં બાખાસર પોલીસ સ્ટેશન હેઠળ પાનોરીયા બ્લોકના રહેવાસી હાજેદન ચારનને હાલમાં જ 4.39 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મળી છે. આ ટેક્સ ડિમાન્ડ 32.63 કરોડ રૂપિયાની લેવડ-દેવડ કરવાના આધાર પર કરવામાં આવી છે.

ચારને કહ્યું કે, હું એક ઓટો ચાલક છું અને મુશ્કેલીથી 10-15 હજાર રૂપિયા કમાણી કરું છું. મેં ક્યારેય કોઈ કંપની બનાવી નથી અને ન કોઈ લેવડ-દેવડ કરી છે. એમ લાગે છે કે કોઈએ મારા દસ્તાવેજ ચોર્યા અને નકલી કંપની બનાવી. તેણે કહ્યું કે, પોલીસને ફરિયાદ આપી છે, પરંતુ તેને નજરઅંદાજ કરવામાં આવી છે. બાખાસર પોલીસ સ્ટેશનના SHO નીમ્બ સિંહે જણાવ્યું કે ચારને એક ફરિયાદ આપી છે. તેના માટે GST ડિપાર્ટમેન્ટ પાસે ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે અને જલદી જ તપાસ શરૂ કરી દેવામાં આવશે.

આ દરમિયાન તપાસમાં જાણવા મળ્યું તે ચારને એક પ્રાઇવેટ ફાઈનેન્સ કંપની પાસે એક લોન લીધી હતી. લોન માટે તેણે ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. એમ માનવામાં આવી રહ્યું છે કે નકલી કંપની બનાવનાર આ ફાઈનેન્સ કંપનીની ઓફિસમાંથી તેના દસ્તાવેજ લઈ ગયા. હવે જોધપુર GST અધિકારીઓ સામે આ મુદ્દાને રાખવામાં આવ્યો છે. GST એન્ટિ વિઝન જોધપુરના કમિશનર ભરત સિંહ શેખાવતે કહ્યું કે, એવા ઘણા કેસ છે જેમાં આરોપીઓએ નકલી કંપની બનાવી છે. ચારને પોતાનું નિવેદન નોંધાવ્યું છે અને દાવો કર્યો છે કે તેના ડોક્યુમેન્ટ ચોરી કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એવું સામે આવ્યું છે કે દહાડી મજૂરોના નામ પર નકલી કંપની બનાવવામાં આવી રહી છે. અમને જાલોર, બારમેર અને જેસલમેરમાં કેટલીક નકલી કંપનીઓના કેસ મળ્યા છે. આ બધી બાબતોની તપાસ કરવામાં આવી રહી છે અને અમે તેના મુખિયાની તપાસ કરી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp