એક્સિસ બેંકે ગ્રાહકોને આપી ગિફ્ટ, હોમ લોન પર મળશે આ ઓપ્શન

PC: blogspot.com

દરેકનું સપનું હોય છે કે પોતાનું એક ઘર હોય. આ સપનાને પૂરું કરવા મોટાભાગના લોકો હોમ લોન લેવાનું પસંદ કરતા હોય છે. જો તમે પણ તમારા સપનાનું ઘર લેવાનું વિચારતા હોવ તો તમારા માટે એક ગુડ ન્યુઝ છે. હવે ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે નવા હોમ લોન ગ્રાહકોને ખાસ ઓફર આપી છે. બેંકનો દાવો છે કે આ વિકલ્પથી હોમ લોન લેનારા ગ્રાહકોને રાહત મળશે.

એક્સિસ બેન્કની નવી હોમ લોન ગ્રાહકોને માસિક ધોરણે મુખ્ય રકમ ઘટાડવાનો વિકલ્પ મળશે. આ કરન્ટ સિસ્ટમથી અલગ છે. જેમાં શરૂઆતમાં વ્યાજના ભાગમાંથી ચૂકવણ કરવામાં આવતી હતી. એક્સિસ બેન્કના અધિકારીએ જણાવ્યું હતું કે નવા વિકલ્પથી માસિક ધોરણે મૂળ લોનની રકમ ઘટાડવાથી લોનના સમયગાળા દરમિયાન ગ્રાહક દ્વારા કરવામાં આવેલ કુલ ચુકવણીમાં ઘટાડો થશે કારણ કે, વ્યાજમાં થતી ચૂકવણી ઘટશે. જો કે, આ વિશેષ હોમ લોનમાં વ્યાજનો દર 0.05 થી 9.25 ટકા રહેશે. જ્યારે કે, જૂનો વ્યાજ દર 8.85 ટકાથી 9.05 ટકા છે.

રિટેલ બેન્કિંગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજીવ આનંદ જણાવે છે કે, 'આ નવી હોમ લોન ગ્રાહકો પર વ્યાજનો બોજો ઘટાડશે. અમને વિશ્વાસ છે કે માસિક હપ્તાઓમાં ઘટાડો થવાની સાથે વ્યાજ પર બચતની આ નવી ઓફરથી હોમ લોન ગ્રાહકોને ઝડપથી આકર્ષશે.' આ ઉપરાંત બેંકે જણાવ્યું હતું કે 50 લાખના હોમ લોનના કિસ્સામાં 20 વર્ષ પૂરા થયા પછી વર્તમાન સમાન માસિક હપ્તા એટલે કે ઇએમઆઈ સિસ્ટમ હેઠળ વ્યાજનો ખર્ચ ઓછો થઈ જશે. જેમાં ધિરાણકર્તાએ ફક્ત 57.9 6 લાખ ચૂકવવા પડશે. તેનો વ્યાજ દર 9% રહેશે. જ્યારે નવી લોનની ઓફર 9.20 ટકા વ્યાજ દર ધરાવતો હોવાથી નણાં ધીરનારને ફક્ત 46.19 લાખ ચૂકવવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp