દીકરાનો જન્મ થતા જ અભિનેત્રીને ડૉક્ટરે કહ્યું-છોડી દો હોસ્પિટલ

PC: youtube.com

બાલિકા વધુ ફેમ એક્ટર રૂસલાન મુમતાજની પત્ની નિરાલીએ 26 માર્ચ, 2020ના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. એ વખતે કોરોનાનો કહેર પણ ચાલુ જ હતો પરતું, બંને માતા-પિતા બનવાના કારણે તે બંને ખુબ જ ખુશ હતા. એ દરમિયાન જ જે થયું એ કપલ માટે આઘાતથી ઓછું નહોતું. રૂસલાને આ ભયાનક અનુભવને શેર કર્યો હતો. આ બધુ ત્યારે થયું જ્યારે ડૉક્ટરોએ અચાનક હોસ્પિટલ છોડવા કહી દીધું હતું. રૂસલાને કહ્યું હતું કે, જે હોસ્પિટલમાં મારા દીકરાનો જન્મ થયો હતો ત્યાં કોરોના વાયરસના કારણે એક ડૉક્ટરનું મોત થઈ ગયું હતું. એટલે અમને વહેલી તકે હોસ્પિટલ છોડી દેવા કહી દેવામાં આવ્યું હતું.

અમારી પાસે કોઈ આયા નહોતી. કોઈ ગાઈડ કરવાવાળું પણ નહોતું કે બેબીને કઈ રીતે રમાડવાનું છે. મારા માતા-પિતાએ કહ્યું હતું કે, એક મેડને હાયર કરી લો. તે નવજાત બાળકોની દેખરેખ રાખવામાં એક્સપર્ટ હોય છે. પરતું એમ કરવામાં બાળકને કોરોના વાયરસનું જોખમ પણ હતું. અમે બાળકને ઘરે લઈ આવ્યા. આખો દિવસ બાળક ઊંઘતુ રહ્યું, 14 કલાક સુધી બાળકે દૂધ પણ નહોતું પીધું. પછી બાળક રાતે 12 વાગ્યે ઉઠ્યું અને પછી સવારે 3 વાગ્યા સુધી મારા ખોળામાં હતું. અમે ઓનલાઈન જોયું કે, કઈ રીતે બાળકને કપડાંથી રેપ કરવાનું છે જેથી હૂંફનો અનુભવ થાય.

बेटे का जन्म होते ही एक्टर से डॉक्टर्स ने कहा, छोड़ दो अस्पताल, डरावना है अनुभव

થોડીવાર પછી જ્યારે અમે બાળકને  સ્પર્શ કર્યો તો તે મુવ નહોતું કરી રહ્યું. હું ટેન્શનમાં આવી ગયો હતો. અમને લાગ્યું કે અમે કંઈ ખોટું તો નથી કરી દીધું ને? પરતું થોડીવાર પછી બાળક હલવા લાગ્યું. ત્યારે અમે રાહતનો શ્વાસ લીધો. ત્યારબાદ મુમતાજે નિર્ણય કર્યો કે આયાને હાયર કરવાનું રિસ્ક લઈશું. આયાને મનાવી કે તે 3 મહિના સુધી અમારા બાળકનું ધ્યાન રાખે. અમને ડર હતો કે અમે કોઈ ભૂલ ન કરી દઈએ જેથી બાળકને નુકસાન થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp