જેટ એરવેઝને બચાવવા માટે બેંક કર્મચારીઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને કરી આ અપીલ

PC: twitter.com

જેટ એરવેઝના 20,000 કર્મચારીઓને મદદ માટે બેંક કર્મચારીઓનું સંગઠન સામે આવ્યું છે. તેમણે સરકારને આગ્રહ કર્યો છે કે જેટ એરવેઝનું અધિગ્રહણ કરી લે, જેથી જેટના કર્મચારીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે, પરંતુ સાથે એ પણ કહ્યું છે કે બેંકો પર એરલાઇનને લોન આપવા માટે દબાણ નાખવો જોઇએ નહીં.

ઓલ ઇન્ડિયા બેંક એમ્પલોઇઝ એસોસિએશને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બેંકોએ એરલાઇનના ઇન્વેસ્ટર શોધવા માટે હરાજીની પ્રક્રિયા શરૂ કરી છે. હરાજી જો સફળ ન થાય તો સરકાર અધિગ્રહણ કરી લે. એસોસિએશનનું કહેવું છે કે એરલાઇનને બચાવવા માટે દરેક વ્યક્તિ બેંકોની તરફ જોઇ રહ્યું છે, પરંતુ નરેશ ગોયલ હજી તેના પ્રમોટર છે, તેમની પાસે એરલાઇનની 51% ભાગીદારી છે. એટલે કંપની ચલાવવી કે વેચવી એ તેમની ચિંતા છે. બેંકો પર વધુ લોન આપવા માટે દબાણ કરવામાં ન આવે.

જેટના મેનેજમેન્ટે બુધવારે તમામ ઓપરેશન અસ્થાયી રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. આ પહેલા મંગળવારે બેંકોએ એરલાઇનને 400 કરોડ રૂપિયાનું ઇમરજન્સી ફંડ આપવાથી ઇનકાર કરી દીધો હતો. જેટ એરવેઝ પર આ પહેલા જ 8500 કરોડ રૂપિયાનું દેવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp