BCCIએ ઉઠાવ્યું મોટું પગલું, રોહિત-વિરાટ-શાસ્ત્રીએ વીડિયો કોલ પર કરી વાત

PC: google.com

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હાલમાં જ રોહિત શર્માની ઇજાને લઈને ફેલાયેલી અસ્પષ્ટતા પર નિરાશા વ્યક્ત કરી હતી. પહેલી વનડેમાં મળેલી હાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીએ આ વાત ખૂલીને કહી હતી કે તેને ખબર નથી પડી શકતી કે રોહિત શર્માની ઇજા કેટલી ગંભીર છે. તો હાલમાં ભારતીય ક્રિકટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ વિરાટ કોહલી, કોચ રવિ શાસ્ત્રી અને રોહિત શર્મા સાથે વીડિયો કોન્ફરન્સ કોલ પર વાત કરી હતી. વિરાટ કોહલીના નિવેદન બાદ જ્યારે આ બાબત જોર પકડવા લાગી તો BCCIએ તેના પર પોતાની સફાઇ આપી હતી.

મુંબઈ મીરરના એક રિપોર્ટ મુજબ આ વાતચીતમાં કોચ રવિ શાસ્ત્રી, કેપ્ટન વિરાટ કોહલી અને ઉપ કેપ્ટન રોહિત શર્મા સિવાય નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)માં રોહિત શર્માની ફિટનેસ પર કામ કરી રહેલા મુખ્ય લોકો અને પસંદગી સમિતિના પ્રમુખ સુનિલ જોશી પણ સામેલ હતા. બધાએ એમ જ કહ્યું કે રોહિત શર્મા બાબતે અંતિમ નિર્ણય ફિટનેસ રિપોર્ટ બાદ કરવા આવશે. તમને જણાવી દઈએ કે રોહિત શર્માની ફિટનેસ ટેસ્ટ 11 ડિસેમ્બરે થશે. રિપોર્ટ મુજબ કહેવામાં આવ્યું છે કે રોહિત શર્મા ટેસ્ટ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા જઈ શકે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020મા રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સને પાંચમું ટાઈટલ જીતાડ્યું છે. ત્યારબાદ તે ભારત આવતો રહ્યો હતો. તો બીજી તરફ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગઈ હતી.

પહેલી વનડે બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે, અમે આશા વ્યક્ત કરી રહ્યા છીએ કે રોહિત શર્મા ટીમ સાથે હશે. પસંદગી સમિતિની બેઠક પહેલા મને એક ઇ-મેલ મળ્યું હતું કે રોહિત શર્મા અનઉપલબ્ધ રહેશે. તેને IPLમા ઇજા થઈ છે, પરંતુ રોહિત શર્માએ IPLની ફાઈનલ રમી તો આશા રાખી રહ્યા હતા કે તે ટીમ સાથે ઓસ્ટ્રેલિયા આવશે, પરંતુ તેની બાબતે કોઈ ઉચિત જાણકારી ન મળી. વિરાટ કોહલીએ કહ્યું હતું કે, અમારી પાસે રોહિત શર્માને લઈને કોઈ જાણકારી નહોતી, જે જાણકારી હતી તે ટીમ માટે સ્પષ્ટ નહોતી. તેનો અમે સતત રાહ જોતાં રહ્યા હતા. તમને જણાવી દઈએ કે રોહિત શર્માને IPLની એક મેચ દરમિયાન માંસપેશીઓમાં ખેચાવ આવી ગયો હતો, ત્યારબાદ તે કેટલીક મેચોમાંથી બહાર રહ્યો હતો અને IPL ફાઇનલ રમ્યા બાદ તે બેંગલાર ફરી ગયો હતો. હાલમાં તે નેશનલ ક્રિકેટ અકાદમીમાં રિહેબિલિટેશમાંથી પસાર થઈ રહ્યો છે અને ફિટનેસ પર કામ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp