કોંગ્રેસના સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણી ચકરડે ચઢી ગયા, ફોર્મ રદ, હવે શું થશે?
ગુજરાતના રાજકારણમાં શુક્રવારે ભારે હોબાળો મચી ગયો હતો. વાત એમ બની હતી કે સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં ગુંચવાડો ઉભો થયો છે. ભાજપના ટેકેદારોએ કલેકટરને ફરિયાદ કરી હતી. જેને કારણે નિલેશ કુંભાણી અને કોંગ્રસેના નેતાઓ દોડતા થઇ ગયા હતા. નિલેશ કુંભાણીના ટેકેદારોએ કહ્યું હતું કે ફોર્મમાં જે સહી