બર્થડે પર રેસ્ટોરામાં બર્ગર ખાવા ગયો, બહાર આવ્યો તો થયું મોત

PC: i1.wp.com

શું તમે વિચાર્યુ છે કે, કોઈ વ્યક્તિ તેની બર્થડે ના ડિનર માટે જાય અને જમ્યા પછી તે મરી જાય. પણ લંડનના 18 વર્ષના ઓવેન કૈરી જોડે આવું ત્યારે બન્યું જ્યારે તે એક બ્રિટિશ બર્ગર ચેનમાં બર્થડેનું ડિનર કરવા માટે ગયો હતો. કૈરીએ રેસ્ટોરેન્ટને કહ્યું હતું કે, તેને દૂધથી બનેલી વસ્તુઓની અલર્જી છે. તેમ છતાં રેસ્ટોરેન્ટે તેની વાત ગંભીરતાથી લીધી નહોતી.

હાફ ગ્રીલ્ડ ચીકન બર્ગર ખાધાના થોડા સમય પછી કૈરીને એલર્જીના લક્ષણો મહેસૂસ થવા લાગ્યા હતા. કૈરીને ખબર ન હતી કે તેમાં મસાલાવાળું બટરમિલ્ક હતું. તે દિવસે કૈરી તેની ગર્લફ્રેન્ડ જોડે ડિનર કરવા માટે ગયો હતો. ત્યાર પછી બન્ને એક્વેરિયમમાં જઈ રહ્યા હતા, તે સમયે કૈરી બેભાન થઈ ગયો હતો.

પ્રાથમિક ઉપચારના 45 મિનિટ પછી કૈરીનું સેંટ થોમસ હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું હતું. કૈરીએ રેસ્ટોરેન્ટના સ્ટાફને તેની એલર્જી વિશે જણાવ્યું હતું. પણ મેન્યૂમાં એ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે મૃતક દ્વારા પસંદ કરવામાં આવેલ બર્ગરમાં કોઈ એલર્જીવાળું તત્વ હતું નહી. કૈરીને કહેવામાં આવ્યું હતું કે તેના મીલમાં કોઈ એલર્જીવાળી વસ્તુ નથી. કૈરીને દૂધથી બનેલી વસ્તુઓની એલર્જી હોવાના કારણે પરેશાની થઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું.

હવે કૈરીનો પરિવાર માંગ કરી રહ્યો છે કે, એક નવો કાયદો ઘડવામાં આવે જેમાં ભવિષ્યમાં થનારી આ રીતની ઘટનાને રોકવા માટે દરેક રેસ્ટોરેન્ટના મેન્યૂ પર એલર્જી લેબલિંગ લગાડવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp