BJPના આ ઉમેદવારે કહ્યું, ‘હું ચૂંટણી પંચને નથી ગણતો’, જુઓ વીડિયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીને આડે હવે માંડ 2 દિવસની વાર છે, ત્યારે BJPના વધુ એક ઉમેદવાર પોતાના વિવાદીત નિવેદનથી ચર્ચામાં આવ્યા છે. BJPના જમાલપુર-ખાડિયા સીટના ઉમેદવાર ભુષણ ભટ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ ચૂંટણી પંચ વિશે ગમે તેમ બોલી રહ્યા છે.

ભુષણ ભટ્ટ વીડિયોમાં કહી રહ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા સાબરમતી રિવરફ્રન્ટ પાસે છે. સાબરમતી રિવરફ્રન્ટ પર જાહેર સભામાં જેમ આજે તમે બધા લોકો આવ્યા છો, તેવી જ રીતે 4-5 હજાર ટુવ્હીલર BJPના ઝંડા સાથે તે વિસ્તારમાં આવે, હું તમને બધાને કવ છું, ચૂંટણી પંચની ઐસી તૈસી, હું ચૂંટણી પંચને નથી ગણકારતો, એને જે કરવું હોય તે કરે. બધા ગાડીવાળાને પેટ્રોલના ટોકન અપાશે, તેમને પૈસા આપીને સભામાં લાવવા એવું નહીં, તેઓ તેમની લાગણી છે એટલે આવશે, સભામાં તેઓ મોટી સંખ્યામાં આવશે એ મને ખબર છે, પણ મોટી સંખ્યામાં લોકો આવે સભામાં એના માટે તમે લિસ્ટ બનાવીને આપો, એટલે એટલા પેટ્રોલના ટોકન રાત્રે તમને મળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp