ભાજપની આવક ઘટી છતાં એક વર્ષમાં રૂ. 1027 કરોડની આવક થઈ, કોંગ્રેસનું શું થયું?

PC: khabarchhe.com

ભાજપની ગયા વર્ષે આવક બે ગણી થઈ હતી પણ આ વર્ષે તેમાં ઘટાડો થયો છે. કોંગ્રેસની આવક 14 ટકા ઘટી હતી. સાત રાજકીય રાષ્ટ્રીય પક્ષોની કુલ આવકમાં એકલા ભાજપનો હિસ્સો 66 ટકા હતો. ભાજપની આવક વધીને લગભગ બમણી થઈ હતી પણ જાહેર થયેલા ચૂંટણી પંચના હિસાબો પ્રમાણે ભાજપની આવક આ વર્ષે ઘટી છે છતાં તે દેશનો સૌથી વધુ પૈસાદાર પક્ષ છે.

નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન ભાજપની આવક રૂ. 1027 કરોડ થઈ હતી, જે પાછલા વર્ષ 2016-17ની સરખામણીએ રૂ. 7 કરોડની ઓછી છે. રૂ. 2054 કરોડની આવક બે વર્ષમાં થઈ છે. પાંચ વર્ષમાં ભાજપની આવક રૂ. 5000 કરોડ મેળવી હોવાનું જણાય છે.

દેશના એક પછી એક રાજ્યમાં ભગવો લહેરાવાયા પછી પડતી શરૂ થવાનું કારણ ધનવાન પક્ષ તરીકે બહાર આવ્યો હોવાનું લોક માનસમાં વિપરીત અસર થઈ છે. ભાજપના ખાતામાં ધનવર્ષા થઈ છે જ્યારે કોંગ્રેસની આવકમાં ઘટાડો જોવાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીની 2015-16થી 2016-17 વચ્ચે આવક 570.86 કરોડથી 81.18 ટકા વધીને 1034.27 કરોડ થઈ હતી જ્યારે આ સમયગાળામાં કોંગ્રેસની આવક 14 ટકા ઘટીને 225.36 કરોડ રહી છે.

કોંગ્રેસ દ્વારા તો હજુ હિસાબ જ રજૂ કર્યા નથી. કોંગ્રેસ કંઈક છૂપાવવા માગતી હોય એવું તેના પરથી સ્પષ્ટ થાય છે.

નાણાકીય વર્ષ 2017-2018 માટે રાષ્ટ્રીય રાજકીય પક્ષોના આવક અને ખર્ચનું વિશ્લેષણ

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મેશનોએ વર્ષ 2017-18 દરમિયાન રાષ્ટ્રીય પક્ષો દ્વારા સમગ્ર ભારતમાં થતી કુલ આવક અને ખર્ચનું વિશ્લેષણ જાહેર કર્યું હતું, જે પક્ષો દ્વારા તેમની આવકના રિટર્ન્સ ફાઈલ કરેલા તે ચૂંટણી પંચ સમક્ષ આવક જાહેર કરી છે.

રાષ્ટ્રીય પક્ષોમાં ભારતીય જનતા પાર્ટી (BJP), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC), બહુજન સમાજ પાર્ટી (BSP), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી) (CPM) અને ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITC).

રાષ્ટ્રીય પક્ષો દ્વારા ઓડિટ અહેવાલોની રજૂઆત

પક્ષો માટે વાર્ષિક ઓડિટ અકાઉન્ટ્સ રજૂ કરવાની બાકી તારીખ 30 ઑક્ટો, '18 હતી. AITC, CPIM અને BSPએ સમયસર ઓડિટ અહેવાલો રજૂ કર્યા હતા. જ્યારે એક દિવસ પછી CPIA સુપરત કર્યું હતું. NCPએ 20 દિવસ પછી અને BJPએ રજૂ કરવાની છેલ્લી તારીખ પછી 24 દિવસ પછી રજૂ કર્યા હતા. 48 દિવસ પછી પણ 17 ડિસેમ્બર, 2018 સુધીમાં, કોંગ્રેસે તેના અહેવાલો પંચ સમક્ષ રજૂ કર્યા નથી.

રાષ્ટ્રીય રાજકીય પક્ષોની કુલ આવક અને ખર્ચ 2017-2018

BJPએ નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન રૂ. 1,027.33 કરોડની કુલ આવક જાહેર કરી હતી. ભાજપે કુલ આવકના 74% (રૂ. 758.47 કરોડ) ખર્ચ કર્યો હતો. BSPની કુલ આવક રૂ. 51.69 કરોડ હતી. જેમાં 29% (14.78 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા હતા.

NCP એકમાત્ર પાર્ટી છે જેણે નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન તેની કુલ આવક કરતાં વધુ ખર્ચ કર્યો છે. રૂ. 8.15 કરોડની આવકની જાહેરાત કરતી વખતે પક્ષે રૂ. 8.84 કરોડનો ખર્ચ કર્યો હતો, જે રૂ. 69 લાખથી વધારે હતો.

નાણાકીય વર્ષ 2016-17 અને 2017-18 વચ્ચે રાષ્ટ્રીય પક્ષોની કુલ આવકની સરખામણી

નાણાકીય વર્ષ 2016-17 અને 2017-18 ની વચ્ચે, BJPની આવક 2016-17 દરમિયાન રૂ. 1034.27 કરોડથી ઘટીને 0.67% (રૂ. 6.93 કરોડ) ની થઈ હતી, જે નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન રૂ. 1027.34 કરોડ હતી.

નાણાકીય વર્ષ 2016-17 અને 2017-18 વચ્ચે, BSPની આવક 2016-17 દરમિયાન રૂ. 173.58 કરોડથી 235.78% (રૂ. 121.88 કરોડ) ની થઈ હતી, નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન રૂ. 51.694 કરોડ થઈ હતી જ્યારે NCPની આવકમાં 111.47% ઘટાડો થયો હતો. (9.085 કરોડ રૂપિયા) નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન રૂ. 17.235 કરોડથી રૂ. 2017-18 દરમિયાન રૂ. 8.15 કરોડ થયો હતો.

રાષ્ટ્રીય પક્ષો દ્વારા જાહેર કરાયેલી આવકના તમામ સ્ત્રોત: FY 2017-18

નાણાકીય વર્ષ 2017-18 માટે સ્વૈચ્છિક યોગદાનથી 6 રાષ્ટ્રીય પક્ષો તેમની કુલ આવકના 86.91% (રૂ. 1,041.80 કરોડ) એકત્રિત કર્યા.

નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન, 6 રાષ્ટ્રીય પક્ષોમાંથી, માત્ર BJPએ ચૂંટણી બોન્ડ દ્વારા યોગદાનમાંથી રૂ. 210 કરોડની આવક પ્રાપ્ત કરી હતી.

નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન રાષ્ટ્રીય પક્ષો દ્વારા અન્ય યોગદાન દ્વારા 714.57 કરોડ રૂપિયાની આવક થઈ હતી

2016-17મા શું થયું હતું?

વર્ષ 2016-17 દરમિયાન ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આવક અને ખર્ચ જાહેર કર્યા છે. ભાજપે 99 દિવસ અને કોંગ્રેસે 138 દિવસ મોડા અહેવાલો આપ્યા છે. આ સમય દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી ન હતી, તેથી તેનો હિસાબ બાકી છે. જ્યારે પણ ગુજરાતની ચૂંટણી ખર્ચના હિસાબ જાહેર કરાશે ત્યારે ભારે મોટી આવક ભાજપની હશે. કોંગ્રેસને ઓછું ફંડ મળ્યું હતું. જોકે, ગુજરાતની વિધાનસભાની ડિસેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં દરેક બેઠક દીઠ રૂ. 5 કરોડનું ઓછામાં ઓછું ખર્ચ ઉમેદવારોએ કર્યું હતું પણ તે કાળું નાણું હોવાથી તે ક્યારેય જાહેર નહીં થાય. જેમાં ભાજપના ઉમેદવારોએ બેફામ આવક મેળવી હતી. પક્ષો દ્વારા થયેલા ખર્ચ અંગે તો કાળુ નાણું વ્યાપક રીતે મેળવાયું અને ખર્ચ પણ કર્યો હતો. ઉમેદવારો પાસેથી જ પક્ષોએ કરોડો રૂપિયા મેળવ્યા હતા.

નાણાકીય વર્ષ 2016-2017 માટે ભાજપ અને કોંગ્રેસના કુલ આવક અને ખર્ચ

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા સમગ્ર દેશમાંથી 7 રાષ્ટ્રીય પક્ષો (ભાજપ, કોંગ્રેસ, BSP, NCP, CPM, CPI અને AITC) એ રૂ. 1,559.17 કરોડની આવક જાહેર કરી છે જ્યારે આ 7 રાષ્ટ્રીય પક્ષોએ રૂ. 1,228.26 કરોડનો કુલ ખર્ચ કર્યો હોવાનું જાહેર કર્યું છે.

ભાજપે રૂ. 710 કરોડનો ખર્ચ કર્યો

ભાજપે નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન રૂ. 710.057 કરોડનો સૌથી વધુ ખર્ચ જાહેર કર્યો હતો જ્યારે કોંગ્રેસનો કુલ રૂ. 321.66 કરોડનો કુલ ખર્ચ થયો હતો, જે કુલ આવક કરતાં રૂ. 96.30 કરોડ વધારે છે.

2015-16 અને 2016-17ની આવકની સરખામણી

2015-16 અને 2016-17 વચ્ચે ભાજપે 81.18 ટકા વધારે આવક કરી છે, જે 57.86 કરોડ હતું, જે વધીને રૂ. 1,034 કરોડ આવક વધી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા 14 ટકા ઓછી આવક મેળવાઈ છે, જે રૂ. 261.56 કરોડથી ઘટીને રૂ. 225.36 કરોડ આવક થઈ છે.

2016-17મા ભાજપે રૂ. 997.12 કરોડની આવક દાન દ્વારા મેળવી છે. તે જ રીતે કોંગ્રેસ દ્વારા રૂ. 50.62 કરોડ દાન દ્વારા મેળવેલા છે, જે કુલ આવકના 96.41 ટકા આવક છે. જ્યારે કોંગ્રેસે કુપન ઇશ્યૂ કરીને રૂ. 115.64 કરોડની આવક મેળવી છે, જે કુલ આવકના 51.32 ટકા થવા જાય છે.

ખર્ચ

નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન ભાજપ માટે મહત્તમ ખર્ચ રૂ. 606.64 કરોડની સરખામણીએ ચૂંટણી કે સામાન્ય પ્રચાર પર હતો, ત્યારબાદ વહીવટી ખર્ચ રૂ. 69.78 કરોડ હતો.

કોંગ્રેસનો ચૂંટણી પાછળ રૂ. 149.65 કરોડનો ખર્ચ કર્યો છે, ત્યારબાદ વહીવટી અને સામાન્ય ખર્ચ રૂ. 115.65 કરોડનો ખર્ચ કર્યો હતો.

નાણાકીય વર્ષ 2016-17 માટે સ્વૈચ્છિક યોગદાનથી 7 રાષ્ટ્રીય પક્ષોએ સૌથી વધુ આવક 74.98% (1,169.07 કરોડ) આવક મેળવી છે.

નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન, રાષ્ટ્રીય પક્ષોએ બેંકો અને FDના વ્યાજમાંથી રૂ. 128.60 કરોડની આવક મેળવી છે.

7.98% અથવા રૂ. 124.46 કરોડ, નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન રાષ્ટ્રીય પક્ષો દ્વારા કૂપન્સને લગતા આવક મારફતે આવક પેદા કરી હતી.

અવલોકન

સાતમાંથી ચાર રાષ્ટ્રીય પક્ષો (ભાજપ, કોંગ્રેસ, NCP અને CPI) છેલ્લા પાંચ વર્ષથી તેમના ઓડિટ અહેવાલોને રજૂ કરવામાં મોડું કરે છે. ટોચના મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ, લગભગ 6 મહિનાની સરેરાશથી તેમના ઓડિટ રિપોર્ટ્સને રજૂ કરવામાં વિલંબ કર્યો છે.

એ જોવામાં આવ્યું છે કે 7 રાષ્ટ્રીય પક્ષોની કુલ આવકમાં 51%નો વધારો થયો છે. બીજા શબ્દોમાં રૂ. 525.99 કરોડ નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન 7 રાષ્ટ્રીય પક્ષોની કુલ આવક રૂ. 1,033.18 કરોડ વધીને નાણાકીય વર્ષ 2016-17મા રૂ. 1,559.17 કરોડ થઈ છે.

નાણાકીય વર્ષ 2016-17 માટે સ્વૈચ્છિક યોગદાનથી 7 રાષ્ટ્રીય પક્ષોએ સૌથી વધુ 74.98% (રૂ. 1,169.07 કરોડ) આવક મેળવી છે. તેનાથી વિપરીત, પક્ષોએ નાણાકીય વર્ષ 2015-16 દરમિયાન સ્વૈચ્છિક યોગદાનથી 60% (રૂ. 616.05 કરોડ) આવક મેળવી હતી.

ADRની ભલામણ:

દેશની સર્વોચ્ચ અદાલતે 13 સપ્ટેમ્બર, 2013ના રોજ નિર્ણય જાહેર કર્યો હતો કે ઉમેદવારની એફિડેવિટનો કોઈ ભાગ ખાલી છોડવો જોઈએ નહીં. તેથી ભલામણ કરીએ છીએ કે ચૂંટણી પંચ રાજકીય પક્ષો દ્વારા રૂ. 20,000થી વધુ દાનની વિગતો પૂરી પાડતા ફોર્મ 24નો કોઈ ભાગ ખાલી છોડવો જોઈએ નહીં.

RTI હેઠળ જાહેર ચકાસણી માટે પક્ષોને દાન આપતા બધા દાતાઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવી જોઈએ. કેટલાક દેશ આવું કરે છે, તેમાં ભુતાન, નેપાળ, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, બ્રાઝિલ, બલ્ગેરિયા, યુએસ અને જાપાનનો સમાવેશ થાય છે. ભંડોળના સ્ત્રોતમાંથી 75% સુધી અજ્ઞાત દાતા હોવાની વાત કોઈ દેશમાં છૂપાવવામાં આવતી નથી.

ફાઇનાન્સ બિલ, 2017 અનુસાર, આઇટી એક્ટની કલમ 13-A જણાવે છે કે કર મુક્તિ રજિસ્ટર્ડ રાજકીય પક્ષોને આપવામાં આવશે. આવકવેરા વિભાગ વળતર આપે છે. જે પક્ષો અહેવાલોના ઓડિટિંગ માટે માર્ગદર્શિકાને અનુસરતા નથી તે પક્ષોને આવક વેરા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે.

રાષ્ટ્રીય રાજકીય પક્ષોને રાઈટ ટુ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ તેમની નાણાકીય માહિતી પૂરી પાડવી જોઈએ. આ ફક્ત રાજકીય પક્ષો, ચૂંટણીઓ અને લોકશાહીને મજબૂત કરશે.

ફાઇનાન્સ બિલ, 2017 મુજબ, આઈટી એક્ટના સેક્શન 13 એમાં જણાવાયું છે કે કરવેરા મુકિત રજિસ્ટર્ડ રાજકીય પક્ષોને આપવામાં આવશે. જે રદ કરીને આવકવેરાને પાત્ર કરવી જોઈએ.

અહેવાલોનું ઑડિટિંગ ICAIના માર્ગદર્શિકા પ્રમાણે આવકવેરા વિભાગ દ્વારા તપાસવામાં આવે.

તેમ હેડ મેજર જનરલ અનિલ વર્મા (નિવૃત્ત), IIM અમદાવાદના નિવૃત્ત પ્રોફેસર અને સ્થાપક સભ્ય ADR જગદીપ છોકર +91 99996 20944 , IIM બેંગલોરના પ્રો. ત્રિલોચન શાસ્ત્રી [email protected] એ જણાવ્યું હતું.

(દિલીપ પટેલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp