બનાસકાંઠા પુર હોનારતનું રૂ. 85 કરોડનું ભાજપના નેતાનું કૌભાંડ

PC: khabarchhe.com

માનવતાને કલંકિત કરતો રૂ.85 કરોડનો નર્મદા નિગમ સાથે મળી ભાજપાના નેતાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આરોપ આમ આદમી પક્ષના ગુજરાતના નેતા ભેમાભાઈ ચૌધરીએ મૂકીને હોનારતના નામે થયેલાં કરોડોના કૌભાંડની તપાસની માગણી કરી છે. જમીનની અંદર 10 ફુટ નર્મદાની પીવાના પાણીની પાઈપ લાઈન તણાઈ ગઈ અથવા ક્યાંક તુટી ગઈ હોવાનુ કારણ બતાવીને તેના સમારકામ માટે આ કૌભાંડ થયું છે.

બનાસકાંઠાના થરાદ ગામમાં જુલાઈ 2017માં પાણીની પાઇપ લાઈન તણાઈ ગઈ હોવાથી તેના સમારકામના નામે સરકારી અધિકારીઓ તથા ભાજપના રાજકીય આગેવાનોના મળતીયા દ્વારા રૂ. 85 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. કોઈ પણ ટેન્ડર વગર કામ આપીને માતબર રકમ પણ મંજૂર કરી દેવામાં આવી છે. આ રકમના 60% એજન્સીના ને 40% અધિકારીઓને મળ્યા છે. કુલ 2500 કામ થયા છે. તેમાંથી 500 કામ તો બનાસકાંઠા સર્કિટ હાઉસમાં એક ભાજપના મોટા ગજાના નેતાના કાર્યકરોની એજન્સીને આપી દેવામાં આવ્યા હતા. કોઈ પણ સ્પેથળે રીપેરીંગ કામ થયુ જ નથી. જમનની અંદર 10 ફૂટ નીચે નર્મદાની પાઇપ કેવી રીતે ફ્લડમાં તણાય તે અધિકારીઓ સમજાવી શકતા નથી.

હવે નર્મદા નિગમના થરાદ ના અધિકારીઓ ફોન નહીં ઉપાડતા ને દોષ નો ટોપલો એક બીજા તરફ નાખે છે તમામ ભ્રષ્ટાચાર ના પુરાવા સાથે હાઈકોર્ટમાં પડકારાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp