આ પૂર્વ ધારાસભ્યને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા, અન્ય 37ને પણ પાર્ટીમાંથી કઢાયા

PC: khabarchhe.com

કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે ભાજપે પક્ષમાંથી બળવાખોર અને દંબગ કહેવાતા સભ્યોનો સફાયો કર્યો હતો. જોકે, કોર્પોરેશનની ચૂંટણી બાદ પણ આ કામ ભાજપે યથાવત રાખ્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પક્ષના સત્તાવાર જાહેર થયેલા ઉમેદવારની સામે ઉમેદવારી કરી, કે કરાવી, પક્ષના નિયમ વિરૂદ્ધમાં કામ કરી, શિસ્તભંગ કરનારા જુદા જુદા પદ પર રહેનારા સભ્યો, આગેવાનો, હોદ્દેદારો તથા સક્રિય સભ્યોને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. જેને લગતો એક પત્ર જાહેર કરીને ભારતી જનતા પાર્ટી વડોદરાએ ખાતરી કરી હતી. જોકે, સસ્પેન્ડ થનારાઓમાં ડભોઈનાં પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલારનું પણ નામ છે.

જેને લઈને રાજકીય લોબીમાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે. વડોદરાના વાઘોડિયામાંથી કુલ 9 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાના મોટાભાગનાની જવાબદારી પ્રાથમિક સભ્યની હતી. આ યાદીમાં મયુદ્દિન પટેલ, દીલીપભાઈ ચૌહાણ, જયેશભાઈ રબારી, હરિદત્તસિંહ ચૌહાણ, હરિકૃષ્ણભાઈ પટેલ, દીલીપસિંહ પરમાર, વજુભાઈ ભાલિયા, ગણપતસિંહ રાઠોડીયા અને રાવજીભાઈ પરમારનો સમાવેશ થાય છે.

જ્યારે ડભોઈમાંથી એહુલભાઈ માછી જેઓ પૂર્વ વિપક્ષ નેતા તરીકે હતા એને પણ સસ્પેન્ડ કરાયા છે. જ્યારે ડભોઈનગરમાંથી સાત વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના સક્રિય સભ્ય પદે હતા. આ યાદીમાં નગીનભાઈ સોલંકી, ધનરાજ નિકવાણી, મેહુલ શાહ, હિતેશકુમાર શાહ, હસુમતીબેન વસાવા, બાલકૃષ્ણ પટેલ (પૂર્વ ધારાસભ્ય) અને બીબીબેન મન્સુરીનો સમાવેશ થાય છે. જ્યારે પાદરાનગરમાંથી લાલજીભાઈ રબારી, શંકરભાઈ રબારી, પ્રિતેશ રબારી, નીતિનભાઈ પટેલ, ઈન્દિરાબેન પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

કુલ મળીને જુદા જુદા મંડળમાંથી 37 એવા સભ્યો છે. જેને ભાજપ પક્ષે જાકારો આપી દીધો છે. જેની એક યાદી વડોદરા ભાજપે જાહેર કરી હતી. બીજી તરફ કરજણમાંથી હેલીનીબેન પટેલ, અમિતભાઈ પટેલ, વિનયભાઈ પટેલ તથા પૃથ્વીરાજસિંહ પઢિયારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ભાજપે આ પગલાં પાછળનું કારણ પક્ષના નિયમ વિરૂદ્ધની પ્રવૃતિ અને શિસ્તભંગ કરનારા હોવાનું સ્પષ્ટ કર્યું છે. પણ કેટલાક દબંગ ઉમેદવારોનો વાણીવિલાસ સમયાંતરે બહાર આવતો હોય છે. રાજકોટમાંથી પણ ચૂંટણી પહેલા બે વ્યક્તિને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp