ચૂંટણીનાં પડઘમ : 1થી 10 ઓક્ટોબર દરમિયાન 4 ઝોનમાં ભાજપની પ્રચાર યાત્રા

PC: khabarchhe.com

ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રદેશ કાર્યાલય ખાતે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યુ હતુ કે, આજ રોજ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ કોર કમિટિ, યુવા મોરચા, મહિલા મોરચા તેમજ બક્ષીપંચ મોરચાના પ્રદેશ હોદ્દેદારોની બેઠકો યોજાઇ હતી. 

જીતુ વાઘાણીએ આગામી કાર્યક્રમોની રૂપરેખા આપતાં જણાવ્યુ હતુ કે, આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં 150થી વધુ બેઠકો મેળવવા માટે કટિબધ્ધ છે. આગામી ૨૩ ઓગષ્ટના રોજ પ્રદેશ હોદ્દેદારો તેમજ તમામ જિલ્લા,મહાનગરના પ્રમુખો અને મહામંત્રીઓની પ્રદેશ બેઠક, મીડીયા વર્કશોપ અને સોશીયલ મીડીયા વર્કશોપ યોજાશે. સપ્ટેમ્બર મહિનામાં યુવા મોરચા, મહિલા મોરચા અને બક્ષીપંચ મોરચા દ્વારા વિધાનસભાદીઠ સંમેલનો યોજવામાં આવશે. 11 સપ્ટેમ્બર ‘દિગ્વિજય દિન’ નિમિતે યુવા મોરચા દ્વારા ગુજરાતના જિલ્લા-મહાનગરોમાં પ્રબુધ્ધ યુવા નાગરિક સંમેલનો યોજાશે.

તેમણે જણાવ્યું હતું કે, આગામી 1થી 10 ઓક્ટોબર દરમ્યાન ભાજપ દ્વારા ગુજરાતના ચાર ઝોનમાં યાત્રાઓ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવામાં આવશે. વિસ્તારક યોજનાના બીજા તબક્કાની પૂર્વતૈયારી રૂપે વિસ્તારક વર્ગ, બેઠકો અને વર્કશોપ યોજાશે. 1 થી 5 ઓક્ટોબર દરમ્યાન ગુજરાતના 48,000 બુથો ઉપર વિસ્તારકો પ્રવાસ કરશે.

તેમણે  જણાવ્યુ હતુ કે, ગુજરાતના પનોતાપુત્ર, કુશળ સંગઠક એવા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ આગામી દિવસોમાં સતત ગુજરાતના પ્રવાસે રહી માર્ગદર્શન આપશે તેમજ વિવિધ કાર્યક્રમો જેવા કે પેજપ્રમુખ સંમેલનો, વિજયવિશ્વાસ સંમેલનો વગેરેમાં ઉપસ્થિત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp