ગુજરાતમાં ભાજપીઓનું ગુંડારાજ, જુઓ આ વીડિયો

ઉત્તર ગુજરાતના અનેક ગામોમાં ભાજપના નેતાઓને પ્રવેશ મળતો નથી. બેચરાજી બેઠક ઉપર ચુંટણી લડી રહેલા પૂર્વ ગૃહરાજય મંત્રી રજની પટેલ પાંચોટ ગામમાં પ્રચાર માટે નિકળ્યા હતા. ત્યારે પાંચોટ ગામની પાટીદાર મહિલાઓએ રજની પટેલનો વિરોધ કરવા થાળી વેલણ વગાડવાની શરૂઆત કરતા, રજની પટેલ સાથે રહેલો પાંચોટ ભાજપના આઈટી સેલનો પ્રમુખ ચંદ્રેશ પટેલ ખુલ્લી તલવાર સાથે પાટીદાર મહિલા પાછળ દોડયો હતા. જો કે ગામની મહિલાઓ અને ગામ લોકો ચંદ્રેશની સામે થઈ જતા ખુદ ચંદ્રેશને ત્યાંથી તલવાર સાથે ભાગી જવાની ફરજ પડી હતી. શું ચૂંટણી પછી ગુજરાતની પરિસ્થીતી આથી ખરાબ થશે કે સુધરશે તે જોવું રહ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.