કાબુલ યુનિવર્સિટીની બહાર બોમ્બ વિસ્ફોટ, 9ના મોત, 33ને ઈજા

PC: rferl.org

કાબુલ યુનિવર્સિટીના ગેટ પાસે વિસ્ફોટકોથી ભરેલી કારમાં સવાર એક આત્મઘાતી હુમલાખોરે પોતાને ઉડાવી લેતા 9 લોકોના મોત થયા છે અને 33 લોકોને ઈજા થઈ છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. કાબુલના પોલીસ પ્રવક્તા ફિરદોસ ફરામર્ઝે જણાવ્યું, કાબુલ યુનિવર્સિટીના દક્ષિણી ગેટ પર સ્થાનિક સમયાનુસાર સવારે 7.10 વાગ્યે એક બોમ્બ ફૂટ્યો. તે સમયે ઘણા વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા માટે ભેગા થયા હતા.

રિપોર્ટ અનુસાર, ઉપયોગમાં લેવાયેલ બોમ્બ ટોયોટા કોરોલા કાર સાથે જોડાયેલો એક ઈમ્પ્રોવાઈઝ્ડ વિસ્ફોટક ઉપકરણ હતું. મરનારાઓમાં એક ટ્રાફિક પોલીસકર્મી પણ છે. ફરામર્ઝે જણાવ્યું હતું કે, પોલીસ સતર્ક હતી અને તેને કાબુલમાં એક સંભવિત કાર વિસ્ફોટ વિશે ગુપ્ત સૂચના મળી હતી. વિસ્ફોટમાં બે કારો પણ નષ્ટ થઈ ગઈ.

તાલિબાને ગુરુવારે દક્ષિણી કંધાર પ્રાંતના એક પોલીસ સ્ટેશન પર થયેલા જીવલેણ હુમલાની જવાબદારીનો દાવો કર્યો છે. તેમાં 12 લોકો માર્યા ગયા હતા અને 90 કરતા વધુ લોકોને ઈજા પહોંચી હતી. આજે યુનિવર્સિટી પાસે થયેલા વિસ્ફોટમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp