શેર માર્કેટમાં બુલરન, સેન્સેક્સ-નિફ્ટી બંનેમાં ભરાવો દેખાયો

PC: wikimedia.org

આજે કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ 36.20 અંક એટલેકે 0.10 ટકા વધીને 36480.84 પર અને નિફ્ટી 8.30 અંક એટલેકે 0.08 ટકા વધીને 10931.05 પર ખુલ્યો. કાલે શેરબજારમાં મંગળવારે પાંચ દિવસથી ચાલી રહેલ વૃધ્ધિની સ્પીડ પર બ્રેક વાગી છે. રોકાણકારો દ્વારા ધાતુ, વિત્તીય અને વાહન કંપનીના શેરોમાં પ્રોફીટ ઘટાડવા તેમજ ઇન્ટરનેશનલ માર્કેટના નરમ વલણથી અહિં બજાર નીચે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે IMFએ 2019 અને 2020ના વૈશ્વિક વૃધ્ધિદરના અનુમાનને ઘટાડ્યું છે. જેના કારણે બજાર દબાણમાં રહે.

BSEમાં મોર્નિંગ શેશનમાં સન ફાર્મા, પ્રાઇવેટ બેંક અને રિયલ્ટી સેક્ટરને છોડતા અન્ય તમામ સેક્ટર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. BSE પર સનફાર્માના શેરમાં 4.31 ટકા, કોટક બેંક 1.66 ટકા, ONGCમાં 0.86 ટકા, L&Tમાં 0.40 ટકા અને SBIના શેરમાં 0.10 ટકાની વૃધ્ધિ નોંધવામાં આવી છે. ત્યાંજ યશ બેંકના શેરમાં 1.48 ટકા, ઇંડસઇંડ બેંકમાં 1.34 ટકા, મારૂતિમાં 1.04 ટકા, બજાજ ઓટોમાં 1.02 ટકા જ્યારેકે મહિન્દ્રાના શેરમાં 1.00 ટકાનો ઘટાડો નોંધવામાં આવેલ છે. ડોલરની સરખામણીએ રૂપિયો ગત સત્રની 18 પૈસાની નરમાઇ સાથે 71.36 પર ખુલ્યા બાદ 71.47 સુધી નરમ પડ્યો છે. કારોબાર દરમિયાન એક ડોલરનું મુલ્ય 71.47 રૂપિયા સુધી પહોંચ્યું છે.

મુંબઇ શેરબજારનો 30 શેર ધરાવતો સેન્સેક્સ 134.32 એક તૂટીને 36444.64 પર બંધ રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 39.10 અંકના નુકશાન સાથે 10922.75 એંક પર આવી ગયો છે. બજારમાં હાલની વૃધ્ધિ બાદ રોકાણકારો નફો કાપી રહ્યા છે. જોકે ઘણી મોટી કંપનીઓના ક્વાર્ટરલી પરિણામ આશા કરતા વધુ સારા રહેવાના કારણે ધારણા ખાસ્સી સકારાત્મક રહી. સેન્સેક્સ 36,649.92 અંક પર મજબૂત ખૂલતા સ્થાનિક સંસ્થાગત રોકાણકારો તથા રીટેઇલ ભાગીદારોની લેવાલીથી 36,650.47 અંકના ઉચ્ચ સ્તર સુધી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp