'મિશન મંગલ' અને 'બાટલા હાઉસ'માંથી કોણે વધુ કમાણી કરી જાણો

PC: facebook.com/pg/TaranAdarshOfficial

સ્વતંત્રતા દિવસના અવસરે રીલિઝ થયેલી અક્ષય કુમારની 'મિશન મંગલ' અને જોન અબ્રાહમની 'બાટલા હાઉસ' બંને ફિલ્મના સારા રિવ્યૂને કારણે બોક્સ ઓફિસ પર પણ બંનેને સારી શરૂઆત મળી છે, પરંતુ 'મિશન મંગલ'ને અક્ષય કુમાર સિવાય વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા, તાપસી પન્નુ જેવી સ્ટાર કાસ્ટ અને ફિલ્મના વિષયનો ઘણો ફાયદો બોક્સ ઓફિસ પર મળ્યો છે.

ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો 'મિશન મંગલ' ફિલ્મે બે દિવસમાં 46.44 કરોડની કમાણી કરી લીધી છે. પહેલા દિવસે ફિલ્મે 29.16 કરોડની કમાણી કરી હતી, જ્યારે બીજા દિવસે 17.28 કરોડની કમાણી કરી હતી.

'બાટલા હાઉસ' ફિલ્મની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 15.55 કરોડની કમાણી કરી હતી અને બીજા દિવસે 8.84 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મની કુલ કમાણી 24.39 કરોડ થઇ હતી. પરંતુ બંને ફિલ્મને હજુ વિકેન્ડનો લાભ મળવાનો બાકી છે.

Movie Review: મિશન મંગલ કે બાટલા હાઉસ? જાણો કઇ મૂવિ છે પહેલા જોવાલાયક

વિવિધ ન્યૂઝ વેબસાઇટ્સ દ્વારા ‘મિશન મંગલ’ને આપવામાં આવેલા રેટિંગ્સ

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાઃ 3 સ્ટાર

ઇન્ડિયન એક્સપ્રેસઃ 2.5 સ્ટાર

ન્યૂઝ 18: 3.5 સ્ટાર

IMDB:3.5 સ્ટાર

હિન્દુસ્તાન ટાઇમ્સઃ 2 સ્ટાર

ફિલ્મનું ટ્રેલરઃ

ફિલ્મઃ ‘મિશન મંગલ’

ડિરેક્ટરઃ જગન શક્તિ

પ્રોડ્યૂસરઃ કેપ ઓફ ગુડ ફિલ્મ્સ, હોપ પ્રોડક્શનસ ફોક્સ સ્ટાર સ્ટુડિયો

કાસ્ટઃ અક્ષય કુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિન્હા, શર્મન જોશી, કિર્તી કુલ્હારી, નિત્યા મેનન, એચ.આર.દત્તાત્રેય

રીલિઝ ડેટઃ 15 ઓગસ્ટ, 2019

વિવિધ ન્યૂઝ વેબસાઇટ્સ દ્વારા ‘બાટલા હાઉસ’ને આપવામાં આવેલા રેટિંગ્સ

ન્યૂઝ 18: 2.5 સ્ટાર

ઇન્ડિયન એક્સપ્રેસઃ 1.5 સ્ટાર

હિન્દુસ્તાન ટાઇમ્સઃ 2 સ્ટાર

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાઃ 3.5 સ્ટાર

ઇન્ડિયા ટુડેઃ 2 સ્ટાર

ફિલ્મનું ટ્રેલરઃ

ફિલ્મઃ ‘બાટલા હાઉસ’

ડિરેક્ટરઃ નિખિલ અડવાણી

પ્રોડ્યૂસરઃ ભૂષણ કુમાર, દિવ્યા ખોસલા કુમાર, ક્રિષન કુમાર

કાસ્ટઃ જોન અબ્રાહમ, મૃણાલ ઠાકુર

રીલિઝ ડેટઃ 15 ઓગસ્ટ, 2019

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp