અમેરિકામાં બજેટ સંકટ: સરકારી કામકાજ ઠપ્પ થવાનું શરૂ

PC: mshcdn.com

અમેરિકામાં નવું બજેટ સેનેટમાં મંજુર નહી થવાના કારે વ્હાઈટ હાઉસમાં સરકારી કામકાજ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્રવાસી અને સીમા સુરક્ષા અંગે ભારે વિવાદ થવાના પગલે બજેટ બીલને જરૂરી 60 વોટ મળ્યા નથી. સરકારને મળનારા ફંડને લઈ બજેટનું 16મી ફેબ્રુઆરી પૂર્વે પાસ થવું જરૂરી છે.

અમેરિકામાં આવું પ્રથમ વખત બન્યું કે રિપબ્લિકન પાર્ટીની અમેરિકન કોંગ્રેસમાં બહુમતિ છે અને વ્હાઈટ હાઉસમાં હજુ પણ તેની દખલ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યાલયે ડેમોક્રેટીક પાર્ટી પર આક્ષેપ કર્યો છે કે અણછાડતી માંગોને લઈ દેશના નાગરિકો માટે આફત સર્જી રહી છે.

વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારા સેન્ડર્સે કહ્યું કે ડેમોક્રેટીક માટે રાજનીતિ મહત્વની છે પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા, લશ્કરના પરિવારો, બાળકો અને દેશના નાગરિકો માટે કાર્ય કરવાની સરકારમાં ક્ષમતા છે અને સરકાર તે કામ કરતી રહેશે.

જ્યારે ડેમોક્રેટીક પાર્ટીના નેતા શૂમરે કહ્યું કે ટ્રમ્પે બે દ્વિદળીય સમજૂતીને ફગાવી દીધી છે અને કોંગ્રેસે કોઈ દબાણ કર્યું નથી. હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે રિપબ્લિકન અને ડેમોક્રેટીક પાર્ટી વચ્ચે મહત્વના મુદ્દા પર કોઈ સહમતી છે નહી અને તેનું નિરાકરણ શું છે.

ગુરુવારે રાત્રે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવમાં આ મુદ્દાને લઈ મતદાન કરવામાં આવ્યું હતું જેનાથી અમેરિકાને આગલા મહિના માટે સરકારી ખર્ચ માટે જરૂરી બજેટને મંજુરી મળી શકે. મતદાનનું પરિણામ 230-197 રહ્યું અને બજેટ 50-49 વોટના માર્જિનથી પાસ થઈ શક્યું નહી.

પાંચ રિપબ્લિકન નેતાઓએ પ્રસ્તાવની વિરુધ્ધમાં મતદાન કર્યું હતું. જ્યારે પાંચ ડેમોક્રેટ નેતાઓએ બજેટનું સમર્થન કર્યું હતું. શૂમરે લખ્યું ક આ માટે એક માત્ર જવાબદાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે.

2013માં બજેટ સંકટ આવ્યું હતું અને 16 દિવસ સુધી સરકારી કામકાજ ઠપ્પ થઈ ગયું હતું. વર્તમાન બજેટ સંકટના કારણે અનેક ફેડરલ એજન્સીઓએ કાર્યાલય બંધ કરવા પડશે. કોંગ્રેસને ખર્ચ માટે રૂપિયાની જરૂર પડશે અને રૂપિયા ન મળવાના કારણે કામ ચાલુ રાખી શકાશે નહી.

અમેરિકામાં માત્ર ઈમરજન્સી સેવા જ ચાલુ રહેશે જ્યારે બાકીની તમામ સેવા બંધ કરી દેવામાં આવશે. કર્મચારીઓને લાંબી રજા પર મોકલી આપવામાં આવશે.

ડેમોક્રેટની માગ છે 7,00,000 જેટલા પ્રવાસ લોકો છે જેમની પાસે જરૂરી દસ્તાવેજ નથી અને નાની ઉંમરમાં અમેરિકા આવ્યા હતા તેમને પરત મોકલવામાં નહી આવે. ઓબામાએ તમામને અસ્થાયી નાગરિકતા આપી હતી. આ લોકોને ડ્રીમર્સ કહેવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp