રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં

PC: indianexpress.com

ગુજરાત કોંગ્રેસે રાજ્યની બે ખાલી પડેલી રાજ્યસભા બેઠકો પર અલગ અલગ પેટા ચૂંટણી કરાવવાના ચૂંટણી પંચના નિર્ણય પર વિરોધ દર્શાવ્યો છે. કોંગ્રેસે ચૂંટણી પંચના આ નિર્ણયને ગેર બંધારણી કરાર આપ્યો છે, કોંગ્રેસે સોમવારે આરોપ મૂક્યો હતો કે  સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP ) ચૂંટણી પંચ પર દબાણ કરી રહી છે જેથી તે બંને બેઠકો જીતી શકે. ઉલ્લેખનીય છે કે આ બંને બેઠકો અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભા ચૂંટણી જીતી જતાં ખાલી પડી છે. અમિત શાહ ગાંધીનગરથી અને સ્મૃતિ ઇરાનીએ અમેઠીથી જીત મેળવી હતી.

કોંગ્રેસે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉભા કર્યા અને તેના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જવાની ધમકી પણ આપી છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું હતું કે, ગુજરાતની બંને રાજ્યસભા બેઠકો પર એકસાથે ચૂંટણીઓ થવી જોઈએ, પરંતુ BJP  બંને બેઠકો જીતવા માટે ચૂંટણી કમિશન પર દબાણ છે કે તે બંને બેઠકો પર અલગ અલગ ચૂંટણી યોજે જે ગેરબંધારણીય છે.

અમિત ચાવડાએ કહ્યું, નોટિફિકેશન ખોટું અને ગેરબંધારણીય છે અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠે છે. અમે નોટિફિકેશન વિરુદ્ધ સુપ્રિમ કોર્ટ જઈશું. ' ચૂંટણી પંચે શનિવારને કહ્યું હતું કે રાજયસભામાં છ બેઠકો પર 5 જુલાઈ પર પેટાચૂંટણી કરાશે. તેમાં ગુજરાતનાં બે બેઠકો શામેલ છે, જે અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીની લોકસભા ચૂંટણી જીતી પછી ખાલી થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp