નેપાળમાં દર્શકોએ કરી ભારતીય ન્યૂઝ ચેનલોની ડિમાન્ડ, હટાવવો પડ્યો પ્રતિબંધ

PC: kathmandupost.com

નેપાળમાં ભારતીય ન્યૂઝ ચેનલો પર લાગેલા બેનને હટાવી લેવામાં આવ્યું છે. દરેક કેબલ ઓપરેટરોએ રવિવારે સાંજથી ભારતીય ન્યૂઝ ચેનલોનું પ્રસારણ શરૂ કરી દીધું છે. મેક્સ ડિજીટલ ટેલિવિઝનના વાઇસ ચેરપર્સને કેબલ ઓપરેટો સાથે બેઠક કર્યા પછી બેન હટાવવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે, અમુક આપત્તિજનક કાર્યક્રમ દેખાડનારી ચેનલોના પ્રસારણ પર બેન હજુ પણ લાગૂ છે.

જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી અને ચીની એમ્બેસેડરને લઇ કરવામાં આવેલા કવરેજથી નાખુશ થઇ નેપાળે ભારતીય ચેનલો પર બેન લગાવી દીધું હતું. રિપોર્ટ અનુસાર, મોટી સંખ્યામાં ભારતીય ન્યૂઝ ચેનલોનું સબ્સક્રાઇબર્સ નેપાળી દર્શકોએ કરાવી રાખ્યું છે અને તેમના દબાણ આગળ નમતા નેપાળના કેબલ ઓપરેટરોએ આ નિર્ણય લેવો પડ્યો.

ધ્રુવ શર્માએ કહ્યું કે, જે ભારતીય ન્યૂઝ ચેનલોને ફરી પ્રસારણ કરવાની પરવાનગી આપવામાં આવી છે જો તેમણે ફરી આપત્તિજનક સામગ્રી દેખાડી તો ફરી બેન કરી દેવામાં આવશે. ઉલ્લેખની છે કે, ભારત અને નેપાળને લઇ તણાવ ચાલી રહ્યો છે. તેની વચ્ચે નેપાળે દૂરદર્શનને છોડી દરેક ભારતીય ન્યૂઝ ચેનલના પ્રસારણ પર રોક લગાવી દીધી હતી.

8 મેના રોજ રક્ષામંત્રી રાજનાથ સિંહે લિપુલેખથી ધારાચૂલા સુધી બનાવવામાં આવેલા રસ્તાનું ઉદ્ઘાટન કર્યું હતું. પણ નેપાળે લિપુલેખને પોતાના હિસ્સો દર્શાવતા તેનો વિરોધ કર્યો હતો. 18 મેના રોજ નેપાળે તેનો નવો નક્શો બહાર પાડ્યો હતો. જેમાં નેપાળે પોતાના નવા નક્શામાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાના વિસ્તારોને પોતાના ક્ષેત્રોના રૂપમાં દર્શાવ્યા છે. જ્યારે રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ આ વિસ્તારો ભારતનો ભાગ છે. નવા નક્શાને સંસદની મંજૂરી મળી ગઇ છે.

જાણ હોય તો આ પહેલા નેપાળના વડાપ્રધાન ભારત પર તેમની સરકાર તોડવાનો આરોપ પણ લગાવી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, તેમને સત્તામાંથી કાઢી નાખવાનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. જેમાં ઓલીએ ભારત સરકાર પર તેમને હટાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહેલું કે, દિલ્હીમાં ચાલી રહેલી ચર્ચાઓ, દિલ્હીની મીડિયા, એમ્બેસીની ગતિવિધિ અને કાઠમાંડૂની જુદી જુદી હોટલોમાં બેઠકોને જોતા સમજવું અઘરું નથી કે લોકો મને બહાર કાઢવા માટે કઇ રીતે સક્રિય થઈ ગયા છે. પણ તેઓ સફળ થશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp