સ્લો ઓવરરેટના નિયમમાં ICCએ કર્યો મોટો ફેરફાર

PC: hindustantimes.com

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમા કેપ્ટનને ધીમી ઓવર રેટ માટે હવે સસ્પેન્શનનો સામનો કરવો પડશે નહીં, કારણ કે ICCએ આવા અપરાધની દશામાં આખી ટીમના પોઇન્ટ કાપવા અને સજા આપવાનો નિર્ણય કર્યો છે જેની શરૂઆત આગામી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપથી થઇ જશે.

આઈસીસી ક્રિકેટ સમિતિની ભલામણોને તેના બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવી છે. 2019 થી 2021 સુધી ચાલનારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ઑગસ્ટ 1 (એશિઝ શ્રેણી) થી શરૂ થઈ રહી છે. એક નિવેદનમાં આઈસીસીએ જણાવ્યું હતું કે, જો કોઈ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મેચોમાં નક્કી કરેલા સમયમાં ઓવરો પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો દરેક હરીફાઈ માટે બે સ્પર્ધાત્મક પોઇન્ટ કાપી લેવામાં આવશે.

ICCએ કહ્યું કે, હવે માટે કેપ્ટનને સસ્પેન્શનનો સામનો કરવો પડશે નહીં. બધા ખેલાડીઓ આ માટે સમાન રીતે જવાબદાર રહેશે અને તેમને સમાન સજા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કેપ્ટનને વર્ષમાં બે વખત ધીમા ઓવરરેટ બદલ 1 મેચ સસ્પેન્ડ કરવામાં આવતો હતો.

ICCના આ મહત્ત્વના નિર્ણય બાદ એ કેપ્ટનોને રાહત થશે જે પોતાના બોલરોને ઉપયોગ ઝડપી અથવા ફિલ્ડ પર ફિલ્ડીંગ સેટ કરવામાં ધીમા હોય છે. ખાસ કરીને મહત્ત્વની મેચમાં બહાર થઇ જવાનો ડર કેપ્ટનને રહેશે નહીં જેને લીધે ટીમ પર અસર પડતી હોય છે.

ICCના આ નિર્ણય બાદ અલગ અલગ દેશોના બોર્ડ પણ આ નિયમમાં ફેરબદલ કરે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આઇપીએલ દરમિયાન ઘણી વખત સ્લો ઓવર રેટને લીધે કેપ્ટન પર મેચ ફીનો દંડ લાગતો રહ્યો છે. જો કે ICCએ મેચ ફીના દંડ વિશે કોઇ સ્પષ્ટતા નથી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp