ધીરેન્દ્ર શાસ્ત્રી સામે નોંધાયો કેસ, હિન્દુ રાષ્ટ્ર જાહેર ન થાય ત્યાં સુધી...

PC: twitter.com

બાગેશ્વર ધામના પીઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ ઉદયપુરમાં સમુદાયો વચ્ચે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ નોંધાયો છે. ઉદયપુર પોલીસે તેને ધ્યાનમાં લેતા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ શહેરના હાથીપોલ પોલીસ સ્ટેશનમાં કલમ 153-A હેઠળ ફરિયાદ નોંધી છે. ઉદયપુરમાં નવા વર્ષની રેલી બાદ આયોજિત ધર્મસભામાં ધીરેન્દ્ર શાસ્ત્રી તરફથી રાજસમંદના કુંભલગઢનું નામ લઈને એક નિવેદન આપ્યું હતું. આ વિવાદિત નિવેદન બાદ કુંભલગઢ દુર્ગ પર કેટલાક યુવક હોબાળો કરવા પહોંચી ગયા હતા.

તેમાં પણ કેલવાડા પોલીસ સ્ટેશનની પોલીસે 5 યુવકોની ધરપકડ કરી છે. ઉદયપુર પોલીસ અધિક્ષક વિકાશ શર્માએ જણાવ્યું કે, બાગેશ્વર ધામ સરકારના રૂપમાં ચર્ચિત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તરફથી આપવામાં આવેલા નિવેદનને લઈને પોલીસે કેસ નોંધી લીધો છે. તેમના નિવેદનમાં સમુદાયો વચ્ચે વૈમનસ્ય વધારનારા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કુંભલગઢમાં કેટલાક યુવકોએ હોબાળો કર્યો હતો. ત્યાં કેલવાડા પોલીસે યુવકોને કસ્ટડીમાં લીધા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ નોંધવામાં આવેલા કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

તપાસના આધાર પર આગળની કાર્યવાહી નિધારીત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુરુવારે ઉદયપુરમાં આયોજિત ધર્મસભામાં રાજસમંદના કુંભલગઢ દુર્ગને લીલાથી ભગવા રંગનો કરવાનું આહ્વાન કર્યું હતું. એ નિવેદન બાદ આગામી દિવસે સવારે કુંભલગઢ દુર્ગ પર ભગવો ધ્વજ ફરકાવવા માટે કેટલાક યુવક ત્યાં પહોંચી ગયા હતા. તેમણે ત્યાં ભગવો ધ્વજ લહેરાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સમય રહેતા પોલીસ ત્યાં પહોંચી જતા યુવક એમ કરવામાં સફળ ન થઈ શક્યા, પોલીસે ત્યાંથી 5 યુવકોની ધરપકડ કરી.

હિન્દુ નવા વર્ષના ઉપલક્ષમાં ઉદયપુરમાં આયોજિત થયેલી ધર્મસભામાં સંતોએ ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની પુરજોશથી માગણી ઉઠાવી હતી. ઉદયપુરના ગાંધી ગ્રાઉન્ડમાં આયોજિત ધર્મસભામાં બાગેશ્વર ધામના બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી, કથા વાંચક દેવકીનંદન ઠાકુર અને ઉત્તમ સ્વામી મહારાજે એક સવારમાં હિન્દુ રાષ્ટ્ર જાહેર ન થવા સુધી ચેનથી ન બેસવાનું આહ્વાન કર્યું. હતું. આ અવસર પર ગાંધી ગ્રાઉન્ડમાં લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી ગ્રાઉન્ડમાં જય શ્રીરામના નારા ગુંજતા રહ્યા.

દેવકીનંદન ઠાકુરે અહીં સુધી કહી દીધું કે જો હિન્દુ રાષ્ટ્રની વાત કરશે તે જ આગામી વખત સત્તાની ગાદી મેળવશે. તેની સાથે જ દેવકીનંદને વસ્તી નિયંત્રણ કાયદા સાથે હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે બધાને એકજૂથ થવાની વાત કહી. બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ધર્મસભામાં ઉપસ્થિત લાખો લોકોને હિન્દુ રાષ્ટ્ર જાહેર ન થવા સુધી ચેનથી ન બેસવાના શપથ લેવડાવ્યા. ધર્મસભા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ મહારાણા પ્રતાપ સાથે સાથે તેમના ઘોડા ચેતકને પણ યાદ કર્યો. ધર્મસભામાં કન્હૈયાલાલ હત્યાકાંડ પણ ગુંજતો રહ્યો. આ દરમિયાન બધા સંતોએ પોતાના સંબોધનમાં કન્હૈયાલાલનો ઉલ્લેખ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp