ગણિતની પરીક્ષા સંદર્ભે CBSE બોર્ડે લીધો આ મહત્ત્વનો નિર્ણય

PC: Scroll.in

CBSE દ્વારા ધોરણ 10 ના બોર્ડના વિદ્યાર્થીઓને સૌથી અધરા લાગતા ગણિત વિષયના પેપરની પરીક્ષામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ફેરફાર મુજબ 2020 થી CBSE દ્વારા ગણિત વિષયના સરળ અને અઘરા એમ બે પેપર આપવામાં આવશે.

CBSE દ્વારા ધોરણ 10 પછી મેડિકલમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ 2020 થી ગણિત વિષયના બે પેપર લેવામાં આવશે. ગણિતથી રસ ન દાખવતા વિદ્યાર્થીઓ માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ગણિતનુ પેપર સૌથી અઘરુ લાગતુ હોય છે તેથી તેમને રાહત આપવા માટે CBSE એ આ નિર્ણય લીધો છે. આ સિવાય પરીક્ષા માટે દરેક વિષય મુજબ બ્લુ પ્રિન્ટ પણ જાહેર કરવામાં આવી છે, જેમાં દરેક વિષયના ચેપ્ટર મુજબ કેટલા ગુણના સવાલ પુછવામાં આવશે તે પણ જણાવવામાં આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp