સવારે 6થી રાતના 10 વાગ્યા સુધી નહીં જોવા મળે કૉન્ડમની જાહેરાત, જાણો કારણ

PC: youtube.com

કેન્દ્ર સરકારે આજે એક મહત્ત્વના નિર્ણયમાં ટીવી ચેનલો પર આવતી કૉન્ડમની એડ પર પ્રતિબંધ મૂકતા કહ્યું હતું કે,'આ એડને રાતના મોડેથી પ્રસારિત કરી શકાશે કારણ કે આ એડ બાળકો માટે યોગ્ય નથી. સૂચના પ્રસારણ મંત્રાલયે કહ્યું હતું કે હવે કૉન્ડમની એડ રાતના 10થી લઈને સવારના 6 વાગ્યા સુધી પ્રસારિત કરી શકાશે.'

ટીવી ચેનલોને એક એડવાઈઝરી જારી કરી મંત્રાલયે કહ્યું હતું કે, 'કૉન્ડમની એડને એક ખાસ ઉંમરના લોકો માટે જ છે અને તે બાળકોને જોવા લાયક નથી, આથી તેનું પ્રસારણ નહીં થાય.'

સરકારે કહ્યું હતું કે, 'આ નિર્ણય એ નિયમો પર આધારિત છે જેને પ્રમાણે કોઈ એડ જો બાળકોની સુરક્ષાને ખતરામાં મૂકે અને ખોટી વસ્તુઓમાં તેમની રુચિ પેદા કરે, તો તેને જાહેર કરવાની સંમતિ મળવી જોઈએ નહીં.'  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.