પોતાના આદર્શ હાર્દિક પંડ્યા પાસેથી ગિફ્ટ મેળવીને ખુશ થયો શ્રીલંકન ક્રિકેટર

PC: twitter.com

ભારતના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ 25 જુલાઈએ કોલંબોમાં બંને ટીમો વચ્ચે રમાયેલી પહેલી T20 ઈન્ટરનેશનલ મેચમાં સૌનું દિલ જીતી લીધુ હતું. હાર્દિક પંડ્યાએ શ્રીલંકાના ચમિકા કરુણારત્નેને એક બેટ ગિફ્ટમાં આપ્યું હતું. કરુણારત્ને હાર્દિકને ક્રિકેટમાં પોતાનો રોલ મોડલ માને છે. ભારત અને શ્રીલંકાની વચ્ચે રમાનારી ત્રણ મેચોની સીરિઝની પહેલી T20 મેચ શરૂ થતા પહેલા હાર્દિકે કરુણારત્નેને પોતાની બેટ ગિફ્ટમાં આપી હતી, જેને મેળવીને શ્રીલંકન ખેલાડી ખૂબ જ ખુશ અને ગર્વિત દેખાઈ રહ્યો હતો.

ચમિકા કરુણારત્નેએ ભારત વિરુદ્ધ શ્રીલંકા માટે પોતાનું T20 ડેબ્યૂ કર્યું. તેણે ડેબ્યૂ મેચમાં એક વિકેટ લીધી અને ત્રણ રન બનાવ્યા હતા. મેજબાન ટીમે આ મેચમાં 38 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. કરુણારત્નેએ હાર્દિક પંડ્યા પાસેથી મળેલી આ ગિફ્ટનો વીડિયો મેચ બાદ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો.

ચમિકા કરુણારત્નેએ હાર્દિક પંડ્યાનો આભાર વ્યક્ત કરતા આ વીડિયોને શેર કર્યો અને ભારતીય ઓલરાઉન્ડરને પોતાનો આદર્શ ગણાવ્યો. આ વીડિયોને શેર કરતા કરુણારત્નેએ લખ્યું, પોતાના T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ પર પોતાના રોલ મોડલ (હાર્દિક પંડ્યા) પાસેથી બેટ મેળવીને ખૂબ જ સન્માનિત અનુભવી રહ્યો છું. તમે એક અદ્ભુત વ્યક્તિ છો અને હું વાસ્તવમાં તમારા વિચારશીલ જેસ્ચરથી પ્રભાવિત છું. હું આજના દિવસને ક્યારેય ભૂલી નહીં શકીશ. ભગવાન તમારા પર પોતાનો આશીર્વાદ હંમેશાં બનાવી રાખે.

શ્રીલંકા સામેની મેચમાં ટોસ હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમને પહેલા બેટિંગનો મોકો મળ્યો. T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરનારો પૃથ્વી શૉ ખાતુ ખોલ્યા વિના જ પેવેલિયન પાછો ફર્યો. ત્યારબાદ કેપ્ટન શિખર ધવન (46) અને સૂર્યકુમાર યાદવ (50)ના દમ પર ભારતીય ટીમે સ્કોરબોર્ડ પર 164 રનોનો સ્કોર બનાવ્યો. સૂર્યકુમારે પોતાના સ્ટ્રોકપ્લે અને કુશળ બેટિંગથી ફરી એકવાર સૌને પ્રભાવિત કર્યા, તેણે ભારત માટે પોતાની ચોથી T20 ઈન્ટરનેશનલ મેચમાં બીજી હાફ સેન્ચ્યૂરી બનાવી. જવાબમાં શ્રીલંકાની ટીમ 126 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને 38 રનના મોટા અંતરથી મેચ ગુમાવી દીધી.

 
 
 
View this post on Instagram

A post shared by Chamika Karunaratne (@chamikakarunaratne)

ભુવનેશ્વર કુમારે બોલથી ચાર્જનું નેતૃત્વ કર્યું અને મેજબાન ટીમની ચાર મહત્ત્વની વિકેટો લીધી. ભારત અને શ્રીલંકાની વચ્ચે સીરિઝની બીજી મેચ મંગળવારે એટલે કે 27 જુલાઈએ રમાશે. ભારતનો પ્રયત્ન બીજી T20 મેચ જીતીને વનડે સીરિઝ બાદ T20 સીરિઝ પણ જીતવાનો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp