નશો કરીને ઑફિસ જશો તો HRને તરત ખબર પડી જશે

PC: app.goo.gl

ભારતમાં આલ્કોહલિઝમ વધી ગયું છે સરકારી ઑફિસોથી લઈ પ્રાઈવેટ ફર્મ્સ સુધી સ્થિતિ એવી થઈ છે કે કર્મચારીઓ નશો કરીને ડ્યુટી પર જાય છે. એવા અનેક પીધેલા કર્મચારીઓના વીડિયો છાસવારે ફેસબુક પર વાઈરલ થતા રહેતા હોય છે. પરંતુ ચેન્નાઈની એક કંપનીએ હવે એક એવી એટેન્ડન્સ સિસ્ટમ બનાવી છે, જે માત્ર શ્વાસ પરથી એ પકડી પાડશે કે કર્મચારી પીધેલી હાલતમાં તો ઑફિસ નથી આવ્યોને?

જી હા, ચૈન્નાઈની રૈમકો કંપનીએ ફેસિયલ રેગોગ્નિશન એટેન્ડન્સ સિસ્ટમ તૈયાર કરી છે, જે ચહેરા અને શ્વાસથી કહી દેશે કે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં. આ મશિનમાં બ્રિથ એનલાઈઝરનો ઉપયોગ કરાયો છે, જે શ્વાસ પરથી જ જણાવી દેશે કે વ્યક્તિએ કેટલી માત્રામાં નશો કર્યો છે! અને જો કર્મચારીએ નશો કર્યો હશે તો એ રિપોર્ટ સીધો એચઆરમાં મોકલી દેવામાં આવશે, જેથી એ કર્મચારી પર પગલાં લઈ શકાય.

આ કંપની હવે ડ્રગ એડિક્ટ્સ માટે પણ એક મશિન બનાવી રહી છે, જેથી ડ્રગ્સ લઈને કામે આવનારાઓને પણ તરત પકડી શકાશે. આવા મશિનોની શોધ એટલે કરવી પડે છે કે અનેક લોકો નશાની હાલતમાં ઑફિસ આવે છે અને ઑફિસનો માહોલ બગાડે છે. કેટલીક ડ્યુટી તો એવી પણ હોય છે, જેમાં કર્મચારીએ અત્યંત સતર્ક રહેવાનું હોય છે. એવા સમયે તે નશામાં હોય તો તેની સાથી બીજાને પણ ગંભીર નુકસાની થઈ શકે છે ઉદાહરણ આપીએ તો એક રિપોર્ટમાં થોડા સમય પહેલાં જ જાણવા મળ્યું હતું કે વર્ષ 2015માં ભારતમાં 171 પાઈલોટોએ નશો કરીને વિમાન ઉડાડ્યા હતા, જેમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પણ સામેલ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp