ભારતની ઓસ્કાર એન્ટ્રી પર વિવાદ, ફિલ્મ 'છેલ્લો શૉ' પર ઈટાલિયન ફિલ્મની નકલનો આરોપ

PC: binged.com

ભારત તરફથી 95મા ઓસ્કાર માટે મોકલવામાં આવી રહેલી ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો'ને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. આ ફિલ્મ પર 1998મા ઓસ્કાર જીતનારી ઈટાલિયન ફિલ્મ સિનેમા પેરાડીસોની નકલ કરી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ ભારતીય પ્રોડક્શન નથી અને 2021મા રિલીઝ થઈ ચૂકી છે, એવામાં 2023ની ઓસ્કાર રેસમાં આ ફિલ્મ ક્વોલિફાય નહીં થઈ શકશે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) અને ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડિરેક્ટર્સ એસોસિએશને (IFTADA) આ મુદ્દા પર આપત્તિ વ્યક્ત કરી છે. ઘણા લોકોનું માનવું છે કે ભારતના તરફથી ઓસ્કારમાં કાશ્મીર ફાઇલ્સ અથવા RRRને મોકલવી જોઈતી હતી. તે સંપૂર્ણપણે ભારતીય ફિલ્મો છે.

ગયા વર્ષે પણ થયો વિચાર

FWICE અને Iftadaએ હાલમાં આ વિશે મુંબઈમાં એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતના તરફથી મોકલવામાં આવનારી ફિલ્મને મુખ્ય રૂપથી દેશના કોઈપણ સ્ટુડિયો અથવા નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવવી જોઈએ. 'છેલ્લો શો'ના નિર્માતા પ્રસ્તુતકર્તા વિતરક વિદેશી છે. ફિલ્મ લાંબા સમયથી તેમની વેબસાઈટ પર હતી. જેનું પ્રીમિયર 2021મા થઈ ચૂક્યું છે, તો તે 2023ના ઓસ્કારમાં સ્પર્ધા માટે કેવી રીતે ઉતરી શકે છે.

બંને સંસ્થાઓએ જ્યુરીના ચેરમેન T.A. નાગભરણાના એ નિવેદનને પણ રેખાંકિત કર્યું કે આ ફિલ્મ પર ગત વર્ષે પણ જ્યુરીમાં વિચાર કરવામાં આવ્યો હતો. તો પછી એવું કેવી રીતે થઈ શકે છે કે, એક ફિલ્મ પર બે વાર વિચાર કરવામાં આવે?

એકેડમીને પૂછી લીધું પહેલા

આ દરમિયાન, ઓસ્કાર માટે ફિલ્મોની પસંદગી કરનારા ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (FFI) પ્રમુખ TP અગ્રવાલે આ સંભવનાને નામંજૂર કરી કે, 'છેલ્લો શો' ઈટાલિયન ફિલ્મ સિનેમા પેરાડિસોની નકલ અથવા તેનાથી પ્રેરિત ફિલ્મ છે. તેમણે કહ્યું કે, આ વિશે મારી જ્યુરીના સભ્યો સાથે વાત થઈ હતી. તેમણે ઘણી વખત ફિલ્મ જોઈ અને કહ્યું કે એવું નથી. છેલ્લા શોમાં એક પણ સીન ઈટાલિયન ફિલ્મ જેવો નથી. બની શકે છે કે, આ ફિલ્મ તેનાથી પ્રેરિત હોઈ, પરંતુ તેની કૉપી નથી. ફિલ્મ 2021મા બની હોવાની વાત પર અગ્રવાલે કહ્યું કે, આના પર FFIએ પહેલા જ ઓસ્કાર એકેડમી પાસેથી મંજૂરી લઈ લીધી છે કે શું આ વર્ષે તે ફિલ્મ બતાવી શકાય છે. ગયા વર્ષે આ ફિલ્મ રિલીઝ થઈ ન હતી અને ઓસ્કરના વિચારો મુજબ ફિલ્મોનું થિયેટરમાં રિલીઝ થવું જરૂરી છે. 'છેલ્લો શો' 14 ઓક્ટોબરના રોજ ભારતમાં રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp