AgustaWestland: મધ્યસ્થી મિશેલની વકીલને ભારતમાં ધરપકડનો ડર, જાણો શું છે કારણ?

PC: Design Image

અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં મધ્યસ્થી ક્રિશ્ચિયન મિશેલ હાલ CBIની કેદમાં છે, ત્યારે શનિવારે મિશેલને સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જો કે અહી પણ મિશેલની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો. વિશેષ અદાલતે મિશેલને વધુ 4 દિવસ માટે CBIની કેદમાં સોંપવાનો નિર્ણય સંભળાવ્યો હતો. આ દરમિયાન મિશેલના વકીલોએ જણાવ્યું કે, તેણે અગસ્તા વેસ્ટલેન્ડ સાથે સંકળાયેલી તમામ માહિતી જણાવી દીધી છે. મિશેલની વકીલ રેજમેરી પૈટરિજીને પણ ડર લાગી રહ્યો છે.

ક્રિશ્ચિયન મિશેલની વકીલ રેજમેરી પૈટરિજીએ જણાવ્યું કે, મિશેલ વિશે બધું જાણવાને કારણે CBI મારી ધરપકડ કરી શકે છે. તેણે આગળ જણાવ્યું કે, આશા રાખુ છું કે, મારા સાથે કંઈજ ખરાબ નહી થાય. તે મિશેલની મદદ માટે જ ભારત આવી છે અને ક્રિસમસના સમયે તે પોતાના ઘરે પરત જઈ શકશે. 

ઉલ્લેખનીય છે કે, દુબઈથી પ્રત્યાર્પણ સંધિ મુજબ 4 ડિસેમ્બરે રાત્રે 10:30 કલાકે મિશેલને ભારત લાવવામાં આવ્યો હતો. મિશેલના ભારત આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે. CBIએ શુક્રવારે ઘટસ્ફોટ કરતા જણાવ્યું કે, ક્રિશ્ચિયન મિશેલના પરિવાર અને ગાંધી પરિવાર વચ્ચે ગાઢ સબંધ હતા અને મિશેલના પિતા પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સારા મિત્ર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp