બીટકોઈન કેસમાં જામીન ઉપર છૂટેલા બે પોલીસ કોન્સ્ટેબલોના જામીન CIDએ HCમાં પડકાર્યા

PC: foundationsa.com

 

ગુજરાત સી.આઇ.ડી ક્રાઇમ બ્રાંચમાં અમરેલી પોલીસ સામે નોંધાયેલી રૂપિયા 12 કરોડના બીટકોઈન પડાવી લેવાના કેસમાં સીઆઇડી દ્વારા ધરપકડ થયેલા બે પોલીસ કોન્સ્ટેબલોને સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા. આ આ જામીનના આદેશને સીઆઇડી ક્રાઇમે ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. આ અરજીની તાકીદે સુનાવણી થાય તેવી સીઆઇડીની અરજી કોર્ટે માન્ય રાખી 24 મેના રોજ સુનાવણી રાખી છે.

બીટકોઈન પ્રકરણની પ્રથમ ફરિયાદમાં અમરેલી પોલીસમાં ફરજ બજાવતા બાબુ ડેર અને વિજય વાઢેરની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી હતી પોલીસ રિમાન્ડ પૂરા થતાં જેલમાં મોકલી અપાયેલા આ બંને પોલીસ કોન્સ્ટેબલને અમદાવાદ સેશન્સ કોર્ટમાં મુકેલી જામીન અરજી મંજૂર થતાં જામીન ઉપર છૂટી ગયા હતા ગુજરાત સી.આઇ.ડી ક્રાઇમ બ્રાન્ચે આ બન્ને પોલીસ કોન્સ્ટેબલોને મળેલા જામીન ને ગુજરાત હાઇકોર્ટમાં પડકારતા જણાવ્યું હતું કે અપહરણ, ગોંધી રાખવા લૂંટ ચલાવવાના ષડ્યંત્રમાં આ બંને કોન્સ્ટેબલ સામેલ હોવા છતાં તેમને જામીન મળ્યા છે તે જામીન રદ કરવામાં આવે હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં વેકેશન ચાલતું હોવાથી તાકીદે સુનાવણી કરવા પણ સીઆઇડીએ કોર્ટને વિનંતી કરી હતી

ગુજરાત હાઇકોર્ટે તારીખ 24મી મેના રોજ આ કેસના આરોપી એસપી જગદીશ પટેલ અનંત પટેલની પણ ધરપકડ થઈ ચુકી છે અને તેઓ હાલમાં સાબરમતી જેલમાં છે અને એક પોલીસ કોન્સ્ટેબલ આગોતરા જામીન માટે કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp