આ 8 પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અશાંત ધારાની મુદ્દત 5 વર્ષ CMએ લંબાવી

PC: https://www.facebook.com/vijayrupanibjp

ગુજરાત સરકારે જણાવ્યું કે, CM વિજય રૂપાણીએ નાગરિકોને શાંતિ, સલામતિ અને સુરક્ષા પૂરી પાડવાની નૈતિક ફરજ સાથે લોકોની કોઇ ખોટી કનડગત કે હેરાનગતિ, ધાક-ધમકીથી મિલકતો કોઇ તત્વો પચાવી ન પાડે તેવી ચિંતા સાથે સુરત મહાનગરના 8 પોલીસ મથક હેઠળ વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય અગાઉ કરેલો છે.

તદઅનુસાર, સુરત શહેરના અઠવા, સલાબતપૂરા, ચોક બજાર, મહિધરપૂરા, સૈયદપૂરા અને લાલગેટ પોલીસ સ્ટેશનના કેટલાંક વિસ્તારોમાં તા.17 ઓકટોબર-2017થી અને લીંબાયત તથા રાંદેર પોલીસ મથકના કેટલાક વિસ્તારોમાં તા.14 માર્ચ-2020થી અશાંત ધારાની જોગવાઇઓ રાજ્ય સરકારે અમલી બનાવી છે. હવે, CM વિજય રૂપાણીએ આ 8 પોલીસ મથક હેઠળના જે વિસ્તારોમાં હાલ અશાંત ધારો પ્રવર્તમાન છે તેની મુદ્દત તા.30-7-2021 અને તા.31-7-2021થી વધુ પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે.

CM વિજય રૂપાણી સમક્ષ સુરત શહેરના ધારાસભ્યો અરવિંદ રાણા, સંગીતાબહેન પાટીલ, પૂર્ણેશ મોદી, સુરત મહાનગરના સંબંધિત વિસ્તારના મ્યુનિસિપલ કોર્પોરેટરો તથા વિવિધ સંસ્થાઓ, સામાજીક આગેવાનોએ કરેલી રજૂઆતનો સાનૂકુલ પ્રતિસાદ આપતાં વિજય રૂપાણીએ અશાંત ધારાની હાલ પ્રવર્તમાન અવધિ તા.30 અને 31 જુલાઇએ પૂર્ણ થાય છે તેને વધુ પાંચ વર્ષ લંબાવવાની સૂચનાઓ આપી છે. આ સંદર્ભનું જાહેરનામું પણ રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે આ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ધાકધમકીથી મિલકતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તથા આવા તત્વોથી પીડિત નાગરિકોને સુખ, શાંતિ અને સલામતીનો અહેસાસ થશે. એટલું જ નહિ, આ વિસ્તારોમાં હવેથી મિલકતની વેચાણ કરતા અગાઉ સુરત કલેકટરની કાયદાની જોગવાઇઓ અનુસાર પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp