આ રાજ્યના CM બોલ્યા- સ્થિતિ ખૂબ જ ગંભીર, દરેક ઘરમાં 3-4 કોરોના દર્દી

PC: indianexpress.com

કોરોના વાયરસનો કેર થંભવાનું નામ લઇ રહ્યો નથી, રોજ સ્થિતિ વધુ બગડતી જઇ રહી છે. ગુરુવારે દેશમાં પહેલીવાર કોરોના વાયરસ સંક્રમણના 3 લાખથી વધારે કેસો સામે આવ્યા, જે અત્યાર સુધીમાં સૌથી મોટી સંખ્યા છે. આ સતત પાંચમો દિવસ છે જ્યારે દેશમાં અઢી લાખથી વધારે નવા કેસો સામે આવ્યા હોય. કોરોના વાયરસના કેસો દરેક રાજ્યોમાંથી સામે આવી રહ્યા છે. ભારતમાં કોરોનાની બીજી લહેરે દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થાને ઊઘાડી પાડી દીધી છે. જે કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય વ્યવસ્થાને લઇ મોટા મોટા દાવાઓ કરતી હતી, તેનું જુઠ્ઠાણુ સામે આવી ગયું છે. દેશના નાગરિકોનો રોષ કેન્દ્ર સામે વધી રહ્યો છે.

જણાવી દઇએ કે, પાછલા દિવસોમાં દેશના ઘણાં રાજકીય નેતાઓ પણ કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા. જેમાંના એક નેતા હતા કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા. કર્ણાટકમાં કોરોના સ્થિતિ ગંભીર છે. બેંગલોરની હોસ્પિટલમાંથી 6 દિવસ પછી ડિસ્ચાર્જ થયેલા મુખ્યમંત્રી યેદિયુરપ્પાનું કહેવું છે કે, કોરોના વાયરસના કારણે સ્થિતિ ઘણી ખરાબ છે, દરેક ઘરોમાં લગભગ 3-4 લોકો કોરોનાથી પીડિત છે.

કોરોના પોઝિટિવ થયા પછી કર્ણાટકના મુખ્યમંત્રીને મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ હવે બહાર આવી ગયા છે અને કહ્યું કે, હાથ જોડીને અપીલ કરું છું કે લોકો ઘરોની બહાર નીકળે નહીં. જો ખૂબ જ જરૂરી હોય તો જ માસ્ક પહેરીને બહાર નીકળો. કોરોનાની દરેક ગાઈડલાઇન્સનું પાલન કરો. કોરોનાને રોકવાની કોઇ રીત નથી. જણાવી દઇએ કે, કર્ણાટકના મુખ્યમંત્રી બે વાર કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. ગયા શુક્રવારે એક મીટિંગ પછી જ્યારે તેમની ટેસ્ટ કરવામાં આવી તો તેઓ પોઝિટિવ મળી આવ્યા હતા.

કર્ણાટકમાં કોરોનાના કારણે સ્થિતિ ગંભીર છે. જેના પુરાવા આંકડાઓ આપે છે. પાછલા 24 કલાકમાં કર્ણાટકમાં 23 હજારથી વધારે કોરોના કેસ આવ્યા છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. રાજ્યમાં હવે પોઝિટિવિટી રેટ 15 ટકાને પાર કરી ગયો છે.

કર્ણાટકમાં હાલમાં 1.76 લાખ એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસોના મામલામાં કર્ણાટક દેશના વધુ બે રાજ્યો મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશથી જ પાછળ છે. રાજ્યની ઘણી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત જોવા મળી રહી છે અને તેની માગ વધી રહી છે. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે કર્ણાટકને 1500 મેટ્રિક ટન ઓક્સિજન રોજ પૂરો પાડવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp