કોમેડી કિંગ કપિલ શર્મા અને ગિન્ની ચતરથ આજે આપશે રિસેપ્શન

PC: amarujala.com

'કોમેડી કિંગ' કપિલ શર્મા અને તેની નવી નવેલી દુલ્હન ગિન્ની ચતરશ આજે અમૃતસરમાં ભવ્ય રિસેપ્શન આપશે. રિસેપ્શનનો સમય રાતનો રાખવામાં આવ્યો છે અને તેની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. જે ઘણુ શાનદાર અને રોયલ હશે. રણવીર સિંહ-દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા-નિક જોનસની લાઇનમાં ચાલતા કપિલ શર્મા પણ બે બે રિસેપ્શન આપી રહ્યો છે. પહેલુ રિસેપ્શન અમૃતસરમાં થવા જઇ રહ્યુ છે. એમાં બંન્ને બાજુના પરિવાર બંન્ને તરફના પારિવારિક સંબંધીઓની સાથે સાથે ઘણી જાની માની હસ્તિઓ શામિલ થશે.

કપિલ શર્માને બે રીતોથી ગિન્ની ચતરથની સાથે લગ્ન કર્યા. પહેલા હિંન્દુ રીતિ રિવાજથી લગ્ન અને ત્યારબાદ ગિન્ની ચતરથના ઘરે સિખ રીતિ રિવાજથી કર્યા. શ્રી ગુરુ ગ્રંથ સાહેબની હાજરીમાં કપિલે ગિન્નીની સાથે ચાર ફેરા લઇને અરદાસ કર્યુ.

પરિવારના સભ્યો મુજબ, કપિલે ઇચ્છા વ્યક્ત કરી હતી કે તે હિંદૂ રીતિ રિવાજની સાથે સાથે સિખ મર્યાદાથી પણ શ્રી ગુરુ ગ્રંથ સાહેબની પાવન હજૂરીમાં આનંદ કારજ કરશે. પહેલા નક્કી કરવામાં આવ્યુ હતુ કે ગુરુદ્રાર સાહેબમાં આનંદ કારજ કરવામાં આવે, પરંતુ કપિલે કહ્યુ કે ગુરુ ઘરમાં કોઇને રોકાતુ નથી. પોતાના વિચાર વિમર્શ બાદ ગિન્ની ચતરથના પરિવાર વાળાએ નક્કી કર્યુ હતુ કે તે ઘરમાં જ આનંદ કારજ કરાવશે. ગિન્નીના ઘરે શ્રી ગુરુ ગ્રંથ સાહેબનો પ્રકાશ કરવામાં આવ્યો અને ત્યાં કપિલે ગિન્નીની સાથે ફેરા લીધા. ત્યાર બાદ કપિલ જાન લઇને અમૃતસર પાછો આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp