દલિત સમાજ વિષે ટીપ્પણી કરનારા વિશ્વવલ્લભદાસ સ્વામી સામે કોર્ટમાં નોંધાઈ ફરિયાદ

PC: vadtalmandir.org

મોરારી બાપુએ નીલકંઠ પર કરેલી ટીપ્પણીને લઇને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મોરારી બાપુ વિષે અનેક ટીકા-ટીપ્પણી કરી હતી અને મોરારી બાપુને માફી માંગવાનું કહ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનાં આ નિવેદનથી ગુજરાતમાં ધર્મ યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉત્પન થઇ હતી. જેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના વિવાદિત નિવેદનો કરતા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં સુરતના અશ્વનીકુમાર રૂસ્તમબાગ મંદિરના સંત સ્વામી વિશ્વવલ્લભ દાસનો દલિત સમાજ પર ટીપ્પણી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

જેમાં સ્વામી વિશ્વવલ્લભ દાસ કહી રહ્યા હતા કે, 'ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે, રાજાનો કુંવર ચાલ્યો આવતો હોય, (સફાઇર્મી)ના છોકરાથી સામું જોવાય નહીં. એમ સ્વામી કહે કે, આપણે તો સ્વામિનારાયણ ભગવાનના છોકરા માયા તો (સફાઇકર્મી) છોકરાની જગ્યાએ એનાથી આપણી સામું જોવાય આપણે તો રાજાના કુંવર છીએ.'

સ્વામી વિશ્વવલ્લભદાસનો જાતિવાચક શબ્દ ઉચ્ચારતો વીડિયો વાયરલ થતા ગુજરાતના દલિત સમાજના લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. દલિત સમાજના લોકોએ અલગ-અલગ શહેરના પોલીસ કમિશનરને એક અરજી આપીને સ્વામી વિશ્વવલ્લભદાસ સામે ફરિયાદ નોંધાવાની માંગણી કરી હતી. હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ ફરિયાદ ન નોંધાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

આ સમગ્ર મામલે પ્રવિણ મોખરા નામના વ્યક્તિએ સુરત કોર્ટમાં સ્વામી વિશ્વવલ્લભદાસ અને યુ-ટ્યુબમાં વીડિયો અપલોડ કરનાર સામે ફરિયાદ દાખલ કરી છે. પ્રવિણ મોખરાની ફરિયાદની આધારે કોર્ટે સુરતના DYSP SC/STને સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા અને એક મહિનાના સમયના તપાસનો રીપોર્ટ રજૂ કરવા જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp