દેશના વધુ એક રાજ્યમાં લાગ્યું 8થી 16 મે સુધી સંપૂર્ણ લોકડાઉન

PC: ndtv.in

દેશમાં કોરોના વાયરસનો કેર વધતો જઇ રહ્યો છે. ભારતમાં પાછલા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધારે કેસો સામે આવ્યા છે. દેશમાં એક દિવસમાં 4,12,262 નવા કોરોના કેસ સામે આવ્યા અને આ સમયગાળામાં 3980 દર્દીના મોત થયા છે. મોતોની સંખ્યા પણ સૌથી વધારે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 2 કરોડનો આંકડો વટાવી ગઇ છે.

કોરોનાની સેકન્ડ વેવ ભારત માટે ઘાતક બની છે. પહેલાની સરખામણીમાં આ વખતે વધારે દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો છે અને દેશમાં ઓક્સિજન અને બેડની અછત જોવા મળી રહી છે. આ સ્થિતિને જોતા દેશના ઘણાં રાજ્યોએ લોકડાઉન કે કર્ફ્યૂ જાહેર કર્યું છે.

આ કડીમાં હવે કેરળ પણ સામેલ થઇ ગયું છે. કેરળ સરકારે કોરોનાના વધતા કેસોને જોતા રાજ્યમાં 8 મેથી 16 મે સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. કેરળમાં બુધવારે અત્યાર સુધીના સૌથી વધારે રેકોર્ડ તોડ કેસ સામે આવ્યા. રાજ્યમાં પાછલા 24 કલાકમાં કોરોનાના નવા 41 હજારથી વધારે કેસો સામે આવ્યા. ત્યાર પછી મુખ્યમંત્રી પિનરાઇ વિજયને લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય લીધો છે.

ગુરુવારે એક ટ્વીટ કરીને કેરળના મુખ્યમંત્રી ઓફિસે કહ્યું, મુખ્યમંત્રી પિનરાઇ વિજયને આખા રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરવાની જાહેરાત કરી છે. આખા કેરળમાં 8 મેથી સવારે 6 વાગ્યાથી 16 મે સુધી લોકડાઉન રહેશે. આ કોરોનાની બીજી લહેરને રોકવા માટે અગત્યનું છે. આનું પાલન કરવામાં આવે.

કેરળમાં પૂર્ણ લોકડાઉનનો નિર્ણય રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા પછી લેવામાં આવ્યો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ક્ષેત્રોથી મેડિકલ વિદ્યાર્થીઓને લાવીને રાજ્યમાં વોર્ડ સ્તરની સિમિતિઓ અને રેપિડ રિસ્પોન્સ ટીમને મજબૂત કરવા માટે આદેશ આપવામાં આવશે.

બુધવારે કેરળમાં કોરોનાના 41,953 નવા કેસો સામે આવ્યા હતા. જે એક દિવસમાં સામે આવેલા કોરોના કેસોનો રેકોર્ડ હતો. ત્યાર પછી મુખ્યમંત્રી પિનરાઇ વિજયને કેરળની સ્થિતિને ગંભીર ગણાવી અને કહ્યું હતું કે કોરોનાની વૃદ્ધિ રોકવા માટે લોકડાઉન લાગૂ કરવું જરૂરી છે.

41 હજારથી વધારે નવા કોરોના કેસ સામે આવ્યા પછી કેરળમાં કુલ કોરોના દર્દીની સંખ્યા 17,43,932 થઇ ગઇ છે. જ્યારે પાછલા 24 કલાકમાં 23,103 લોકો સાજા થયા છે. કેરળમાં કોરોનાથી સાજા થનારાઓનો આંકડો 13.62 લાખ સુધી પહોંચી ગયો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રોજ કોરોના દર્દીનો આંકડો વધવાની સાથે સાથે ઓક્સિજનની આવશ્યકતા પણ વધી ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp