લોકડાઉનને કારણે પિયરમાં ફંસાઈ પત્ની તો પતિ સહન ન કરી શક્યો, પછી બેડરૂમમાં જઈ...

PC: ndtvimg.com

કોરોના વાયરસને કારણે ભારતમાં 21 દિવસનું લોકડાઉન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ઘરોમાં જ રહેવાની અપીલ કરી છે. લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા લોકો સામે પોલીસ કડકાઈથી કાર્યવાહી કરી રહી છે. ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં કંઇક એવું થયું કે જેનાથી સૌ કોઈ ચોંકી ગયા છે. લોકડાઉનને કારણે પત્ની પિયરમાં ફંસાઈ ગઈ તો પતિએ કંઇક એવું કર્યું કે તેનાથી સૌથી કોઈ હેરાનીમાં મૂકાઈ ગયા છે. જેને સાંભળી સૌ સ્તબ્ધ છે.

જણાવી દઈએ કે, કોરોના વાયરસના વધતા પ્રકોપની વચ્ચે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના સૌથી વધારે પ્રભાવિત 15 જિલ્લાના 104 વિસ્તારને હોટસ્પોટ જાહેર કરી તેને સીલ કરી દીધા છે. આ દરમિયાન કોઈપણ પ્રકારની અવર-જવર પર પ્રતિબંધ રહેશે અને કર્ફ્યૂ જેવો માહોલ રહેશે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 5734 થઈ ગઈ છે. આ વાયરસને કારણે 166 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, પાછલા 24 કલાકમાં કુલ 540 મામલા સામે આવ્યા છે. તેની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ બુધવારે કહ્યું હતું કે, દેશમાં કોરોના વાયરસના વધતા મામલાને જોતા એ સંભવ નથી કે લોકડાઉન 14 એપ્રિલના રોજ ખતમ કરી દેવામાં આવે.

લોકડાઉનની વચ્ચે એક એવો મામલો સામે આવ્યો છે કે, તેને કારણે તમારા પણ હોંશ ઉડી જશે. ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના રાધા કુંડ મોહલ્લામાં 32 વર્ષીય રાકેશ સોનીએ ઘરમાં કથિતપણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પોલીસકર્મી આલોક રાવે જણાવ્યું કે, મૃતકની પત્ની પાછલા દિવસોથી તેના પિયરમાં હતી અને લોકડાઉનને કારણે તે ત્યાંથી આવી શકે એમ નહોતી. તો પત્નીના વિયોગને સહન નહીં કરી શકનારા પતિએ અંતે ફાંસી લગાવીને પોતાનો જીવ લઈ લીધો. પોલીસકર્મીએ જણાવ્યું કે મૃતકનું શવ કબ્જામાં લઈ લીધું છે અને વિધિગત રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કોરોના વાયરસના કારણે દેશમાં મરનારાની સંખ્યા 166 પર પહોંચી ચૂકી છે અને સંક્રમિત લોકોની સંખ્યા વધીને 5,734 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, હજુ પણ 5095 લોકો સંક્રમિત છે, જ્યારે 472 લોકો સ્વસ્થ થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે તો એક વ્યક્તિ દેશ છોડીને જતો રહ્યો છે. મંત્રાલયે જણાવ્યું કે, દેશભરમાં પાછલા 24 કલાકમાં વધુ 17 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સૌથી વધારે 72 લોકોના મોત થયા છે. ત્યારબાદ ગુજરાતમાં 16 લોકોના, મધ્ય પ્રદેશમાં 13 અને દિલ્હીમાં 9 લોકોના મોત થયા છે. પંજાબ તથા તમિલનાડુમાં 8-8 લોકોના મોત થયા છે, જ્યારે તેલંગણામાં 7 લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp