ગૌશાળા સંચાલકોએ હાઇવે પર છોડી 10,000 ગાયો, ગુજરાત સરકાર પાસે કરી આ માગણી

PC: gujaratsamachar.com

બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી લગભગ 10 હજાર ગાયોને રસ્તા પર છોડી દેવામાં આવી છે. ગૌશાળા સંચાલકોને ગુજરાત સરકારે માર્ચ 2022માં આશ્રય ગૃહો ચલાવવા માટે 500 કરોડ રૂપિયાની નાણાકીય સહાયતા આપવાની જાહેરાત કરી હતી, પરંતુ 7 મહિના વીતી ગયા બાદ પણ અત્યાર સુધી પૈસા મળ્યા નથી. થોડા દિવસોથી થઈ રહેલા આ પ્રદર્શન બાદ ઘણા સાધુ-સંતો અને ગૌભક્તોને કાયદા વ્યવસ્થા બગાડવાના આરોપમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોમાં રમેશ પટેલ, બાબુભાઇ ધમેચા, ઠાકુરભાઈ રાજપૂત, ગોવિંદભાઇ રાજપૂત, સુરેશભાઇ ધમેચા, હિનાબેન ઠક્કર, જાનકીદાસ બાપુ, રામરતન સંત ટેટોડા સહિત સંત શ્રી રામરતન બાપુ અને ધર્મશાસ્ત્રી કિશોરભાઈને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ધર્મશાસ્ત્રી કિશોરભાઈએ કહ્યું કે, ન્યાય ન મળવા સુધી આંદોલન ચાલુ રહેશે. છેલ્લા 5 દિવસોથી અહીં ગૌશાળા સંચાલકોનું આંદોલન ચાલી રહ્યું છે.

તો ગાયોને આ પ્રકારે રસ્તા પર છોડવાથી હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો છે, જેને પોલીસ હટાવવાનો પ્રયત્ન કરી રહી છે. હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોને તેના કારણે ખૂબ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ગૌભક્તોનું કહેવું છે કે હવે સરકારના ભરોસે ગાયોને છોડી દેવામાં આવી છે. ડિશા, ધાનેરા, વાવ થરાદ, દાંતીવાડા, લાખની, દિયોદર, ભાભર, માલગઢ સહિત ઘણી જગ્યાઓ પર ગાયોને એવી જ રીતે માર્ગો પર છોડી દેવામાં આવી છે.

ગૌશાળા સંચાલકોનું કહેવું છે કે વર્ષ 2022-23 માટે રાજ્યના બજેટમાં કરવામાં આવેલા વાયદા મુજબ, નાણાકીય સહાયતાની માગણી કરી રહ્યા છીએ. માત્ર બનાસકાંઠામાં જ 4.5 લાખ ગાયોને આશ્રય આપનારા 1500 પાંજરાપોળ છે. 170 પાંજરાપોળ આશ્રયમાં 80 હજાર ગાય છે. પાંજરાપોળ ટ્રસ્ટને તેમને ખવડાવવા માટે રોજ પ્રત્યેક પશુ દીઠ 60-70 રૂપિયાના ખર્ચનો વાહન કરવું પડે છે. કોરોના બાદ પાંજરાપોળને મળનારું દાન પણ ઓછું થઈ ગયું છે. તેમણે કહ્યું કે, જો સરકાર વહેલી તકે રકમ જાહેર કરતી નથી તો આંદોલન વધુ ઉગ્ર રૂપ લઈ લેશે. ઉલ્લેખનીય છે કે આ આંદોલનમાં હવે દરેક ગામથી લોકો જોડાઈ રહ્યા છે.

પહેલા દિવસે સરકારનો ઘેરાવ માટે ધરણાં પ્રદર્શન થયા હતા. ત્યાં ઘણા સાધુ-સંતો પણ જોડાયા હતા. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લામાં આ આંદોલનની શરૂઆત થઈ. અહીં 48 કલાકનું અલ્ટિમેટમ આપીને ગૌશાળા સંચાલકોએ સરકારને ચેતવણી આપી હતી કે, તેમને રકમની ચૂકવણી કરવામાં આવે. સરકારે જ્યારે તેના પર કોઈ કાર્યવાહી ન કરી તો ગૌશાળા સંચાલકોએ ગયો છોડી દીધી. હવે આ આંદોલન જોર પકડી રહ્યું છે. આંદોલનકારીઓએ પોતાની એક આંદોલન છાવણી પણ બનાવી છે. ડીસા સાઈ બાબા સ્થિત આ છાવણીમાં રોજ લોકો આવી રહ્યા છે.

આ આંદોલનમાં સામૂહિક મુંડન પણ કરાવવામાં આવી રહ્યું છે, જેમાં 101 લોકોએ મુંડન કરાવ્યું છે. તો ડીસામાં મુંડન સ્થળ પર કારની સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ અને ગુજરાતના અધ્યક્ષ રાજશેખાવત પહોંચ્યા હતા. તેમણે ગૌભક્તો સાથે જોડાવાની વાત કહી છે. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને ત્યાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે દરેક ગાય માટે રોજના ખર્ચ માટે 50 રૂપિયાની ચૂકવણી કરી છે. અહીં ભાજપની સરકાર છે અને તે ગૌશાળાઓ માટે કશું જ કરી રહી નથી. જો સરકારે વાત ન માની તો અમે પણ તેમની સાથે અગાળના આંદોલનમાં જોડાઈ જઈશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp