લાઈવ મેચ દરમિયાન પાકિસ્તાનમાં ક્રિકેટરનું મૃત્યુ, ઘટનાનો ચોંકાવનારો વીડિયો વાયરલ

PC: britannica.com

પાકિસ્તાનમાં રમાયેલી એક ક્રિકેટ મેચ દરમિયાન એવો અકસ્માત થયો કે, તમામ ખેલાડીઓ હેરાન થઇ ગયા છે. વાત એવી છે કે, ફિલ્ડીંગ કરી રહેલા ઉસ્માન શિનવારી નામના ખેલાડીને અચાનક ચક્કર આવતા તે પડી ગયો. જ્યારે અન્ય ખેલાડીઓએ આ જોયું તો, બધા તેની તરફ ભાગ્યા અને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે બેભાન પડી રહ્યો. ત્યાર બાદ તાત્કાલિક ઉસ્માનને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, પણ તેનું મૃત્યુ થઇ ગયું હતું. ડોક્ટર અનુસાર, હાર્ટ એટેક આવવાના કારણે આ ખેલાડીનું મૃત્યુ થઈ ગયું હતું. આ ક્રિકેટરના મૃત્યુએ મેદાન પર ઉપસ્થિત તમામ ખેલાડીઓને હેરાન કરી દીધા છે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

માહિતી અનુસાર, પાકિસ્તાન કોર્પોરેટ લીગ હેઠળ લાહોરના ફેમસ ઝુબલી ક્રિકેટ ગ્રાઉન્ડમાં 25 સપ્ટેમ્બર, રવિવારે આ મેચ રમવામાં આવી હતી. આ મેચમાં બર્ઝર પેન્ટસ અને ફ્રાઈઝલેન્ડની ટીમ સામે-સામે હતી. આ ઘટના થઇ, ત્યારે બર્ઝર પેઇન્ટસની બેટિંગ ચાલી રહી હતી, ત્યારે જ ઉપસ્થિત ફ્રાઈઝલેન્ડનો ફિલ્ડર ઉસ્માન શિનવારી મેદાન પર જ ચક્કર ખાઈને પડી ગયો.

આ ઘટના જોઇને તમામ ખેલાડીઓએ બધું છોડીને તેની તરફ ભાગ્યા. આ ઘટનાનો જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં આ પણ જોવા મળી રહ્યું છે કે, કેવી રીતે ફિલ્ડીંગ કરી રહેલો ઉસ્માન અચાનક મેદાન પર પડી જાય છે અને કેટલાક ખેલાડી તેની પાસે પહોંચીને તેને હોશમાં લાવવાનો પ્રયત્ન કરે છે, પણ તેમના પ્રયત્નો નિષ્ફળ રહે છે.

હાર્ટ ઍટેક આવવાના કારણે ક્રિકેટરનું મૃત્યુ

ત્યાર બાદ ઉસ્માનને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, પણ ડોક્ટર તેનો જીવ બચાવી શક્યા ન હતા. ડોક્ટરોએ જણાવ્યું કે, હાર્ટ ઍટેક આવવાના કારણે તેની મૃત્યુ થઇ ગયું છે. શિનવારી લાંબા સમયથી ક્લબની સાથે કોર્પોરેટ ક્રિકેટ રમી રહ્યો હતો, તે ફ્રાઈઝલેન્ડ કંપનીના સેલ્સ ડીપાર્ટમેન્ટનો હેડ હતો.

ઉસ્માન શિનવારીને લઈને ફેલાઈ અફવા

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યો અને આ અફવા ફેલાઈ ગઈ કે, હાર્ટ ઍટેક આવવાના કારણે જે ક્રિકેટરનું મૃત્યુ થયું છે, તે પાકિસ્તાન તરફથી ટેસ્ટ, વન-ડે રમી ચૂકેલો ઉસ્માન શિનવારી તો નથી. જો કે, જલદી જ પાકિસ્તાની પત્રકારોએ આ અફવાને ફેલાવવાથી રોકી દીધી અને યોગ્ય માહિતી આપતા જણાવ્યું કે, જે ખેલાડીએ જીવ ગુમાવ્યો છે, તે કોર્પોરેટ ક્રિકેટ રમનાર ઉસ્માન છે. પાકિસ્તાન તરફથી રમનાર ઉસ્માન એકદમ સ્વસ્થ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp