24 દિવસ બંધ રહ્યા બાદ દહેજ-ઘોઘા રો-રો ફેરી જાણો ક્યારે થશે શરૂ

PC: khabarchhe.com

દહેજ-ઘોઘા રો-રો ફેરીનો લાભ લેતા મુસાફરો માટે ખુશીના સમાચાર છે. ગત 21 મી નવેમ્બરના રોજ દહેજ-ઘોઘાથી સફર દરમિયાન જહાજ મધદરિયે જ બંધ પડી ગયુ હતુ. જે એકવાર ફરી ચાલુ થવા જઈ રહ્યુ છે. આજે શુક્રવારથી રો-રો ફેરી સેવા ફરી કાર્યરત થનાર છે.

ઉલ્લેખનીય છે કે કરોડો રુપિયાના ખર્ચે દહેજ અને ઘોઘા વચ્ચે મુસાફરી કરવા માટે સિમ્ફોની જહાજ ખરીદવામાં આવ્યુ હતુ. આ જહાજ 21 નવેમ્બરના રોજ ઘોઘાથી પાંચ કિલોમીટર દુર એન્જિનમાં આવેલી ક્ષતિના કારણે મધદરિયે બંધ પડી ગયુ હતુ.

આ અગાઉ 7 ડિસેમ્બરના રોજ શરુ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી પરંતુ શરુ થઈ શક્યુ નહોતુ. ત્યારબાદ આ સેવા 14 ડિસેમ્બરે શરૂ કરવાની જાહેરાત કંપનીની વેબસાઇટ ઉપર ઓનલાઇન મુકવામાં આવી હતી. આ બાદ છેલ્લા ત્રણ દિવસથી બંધ પડેલ જહાજના ટ્રાયલ રન લેવામાં આવી રહ્યા છે.

ઘોઘા-દહેજ ફેરીના બંધ પડેલ જહાજ અંગે કંપનીના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ દિવસથી સિમ્ફોની જહાજની ટ્રાયલ રન ચાલી રહી છે. તે દરમિયાન કંપની દ્વારા 14 ડિસેમ્બર માટે ઓનલાઇન બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યુ હતુ. હવે આગામી ક્રિસમસ, થર્ટીફસ્ટને લઇને જીએમબી અને રોપેક્ષ સર્વિસ ઓપરેટ કરતી કંપની દ્વારા રોપેક્ષ સેવા પુનઃ કાર્યરત કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.

આ અગાઉ આ જહાજ મુસાફરો સાથે મધદરિયે જ બંધ થઈ ગયો હતોં. જે કેટલાક દિવસથી આ સેવા બંધ કરવામાં આવી હતી. તેથી એકવાર ફરી આ સેવા શરુ કરવામાં આવનાર હોવાથી રો-રો ફેરી સેવાનો લાભ લેનાર મુસાફરો માટે ખુશીના સમાચાર છે. ત્યારે આ વખતે ફરી ચાલુ કરવામાં આવનાર જહાજ કેટલા સમય સુધી ચાલે છે તે જોવાનુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp