ભાવનગરની ઘેલો નદી પર બનાવેલો રાજા શાહી વખતનો ચેકડેમ નર્મદાનું પાણી ભરતા તૂટ્યો

PC: youtube.com

ભાવનગરના વલ્લભીપુરમાં વર્ષો જૂનો ચેકડેમ તૂટ્યો હોવાની માહિતી મળી રહી છે. વલ્લભીપુરની ઘેલો નદી પર રાજા શાહી સમયમાં એક ચેકડેમ બનાવામાં આવ્યો હતો. નદીમાં નર્મદાનું પાણી છોડવામાં આવતા પાણીના પ્રેસરના કારણે નદી પરના પૂલનો વચ્ચેનો ભાગ તૂટી જવા પામ્યો હતો. તેથી નર્મદાનું પાણી વહી જતા ડેમ ભરાયો નહોતો. આ ઘટનાની આધિકારીઓને જાણ કરવામાં આવતા તેઓ ઘટના સ્થળ પર પહોચ્યા હતા અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અધિકારીઓના નિરીક્ષણ પછી નર્મદામાંથી છોડવામાં આવેલા પાણીના પ્રવાહને બંધ કરવામાં આવશે અને ત્યારબાદ ચેકડેમનું રીપેરીંગ કરવામાં આવશે.

મહત્ત્વની વાત કહી શકાય છે. આ ચેકડેમ તૂટવા પાછળ કયાંકના ક્યાંક તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ડેમને નર્મદાના પાણીથી ભરતા પહેલા તેની દીવાલોનું અને ડેમનું નિરીક્ષણ અધિકારીઓ દ્વારા ન કરીને ડેમ ભરવાની તજવીજ શરૂ કરવામાં આવતા ડેમ તૂટવા પામ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ ચેકડેમ તૂટવાની ઘટના અગાઉ 7 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના જુનાગઢમાં મેંદરડાથી સાસણ જતા માલણકા ગામ નજીક નદી પર બનાવવામાં આવેલો પુલ એકાએક ધરાશાયી થયો હતો. આ ઘટનામાં ચાર જેટલી કાર પુલ પરથી નીચે ખાબકી હતી. આ ઘટનામાં 10થી 12 લોકોને ઈજાઓ થવા પામી હતી.

આ ઘટના પછી 18 ડિસેમ્બરના રોજ આમરણથી પીપળીયાને જોડતો પુલ કેટલા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી આસપાસના ગામ લોકોએ પુલના સમારકામની તંત્રની વારંવાર રજૂઆત કરી છતાં પણ પુલનું સમારકામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું નહોતું. તેથી સમારકામના આભાવે પુલ ધરાસાઈ થયો હતો. પુલ ધરાસાઈ થતા 40 ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp