માતાને બચાવવા ગયેલી 15 વર્ષીય દીકરી પર પિતાએ ફેક્યું ઉકળતું પાણી, બોલી પપ્પા...

PC: sciencelearn.org.nz

રાજસ્થાનના ભીલવાડા શહેરના સુભાષ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના સાંગાનેરમાં એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. એક દારૂડિયા પિતાએ પોતાની 15 વર્ષીય દીકરી પર ઉકળતું પાણી નાખી દીધું છે. જેના કારણે છોકરીની પીઠ સંપૂર્ણરીતે દાઝી ગઈ છે. દારૂડિયો શખ્સ પોતાની પત્ની સાથે મારામારી કરી રહ્યો હતો. આ દરમિયાન દીકરી માતાને બચાવવા માટે વચ્ચે આવી ગઈ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં છોકરીને ભીલવાડાની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવી છે.

સુભાષ નગર પોલીસ સ્ટેશનના પ્રભારી પુષ્પા કસૌટિયાએ જણાવ્યું કે, આ ઘટના ઉપનગર સાંગાનેર વિસ્તારની છે. અહીં રહેતા ટેમ્પો ચાલકે દારૂના નશામાં ઘરે આવ્યા બાદ પોતાની પત્ની સાથે ભારે મારામારી શરૂ કરી દીધી. આ દરમિયાન 15 વર્ષીય છોકરી માતાને બચાવવા માટે પિતા સામે આવી ગઈ હતી. તેનાથી ગુસ્સે ભરાયેલા ટેમ્પો ચાલક શખ્સે પાસે જ ચૂલા પર ઉકળી રહેલું પશુ આહાર માટેનું ગરમ પાણી દીકરી પર ફેકી દીધું અને તે લગભગ 25 ટકા દાઝી ગઈ. દાઝ્યા બાદ તે મમ્મી, પપ્પા કહીને ચીસો પાડવા લાગી.

છોકરીને માતાએ પાડોશીઓની મદદથી મહાત્મા ગાંધી હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં એડમિટ કરાવી છે. ઘટનાની જાણકારી મળતા જ મહાત્મા ગાંધી હોસ્પિટલ પરિસરમાં સ્થિત સખી સેન્ટરના પ્રભારી ગરિમા સિંહ પરિહાર, કાઉન્સિલર સુરેખા બાપના, બાળ કલ્યાણ સમિતિના સભ્ય ફારુખ ખાન પઠાણ હોસ્પિટલે પહોંચ્યા અને છોકરી પાસે આ ઘટનાની જાણકરી લીધી હતી. સમિતિ તરફથી છોકરી સાથે થયેલી ઘટના વિરુદ્ધ કાર્યવાહી માટે સુભાષ નગર પોલીસ સ્ટેશનમાં જાણકારી આપવામાં આવી હતી.

સુભાષ નગર પોલીસ સ્ટેશનના પ્રભારી પુષ્પા કાસૌટિયા શનિવારે બપોરે મહાત્મા ગાંધી હોસ્પિટલ અને સખી સેન્ટર પહોંચ્યા હતા. અહીં તેમણે છોકરીને મળવા સાથે જ બાળ કલ્યાણ સમિતિના સભ્ય ફારુખ ખાન પઠાણ અને સખી સેન્ટરના ઇન્ચાર્જ ગરિમા સિંહ પાસે જાણકારી લીધી હતી. છોકરીની માતાએ જણાવ્યું કે, તેની 4 દીકરીઓ અને એક દીકરો છે. તેનો પતિ મોટાભાગે તેની સાથે ગાળાગાળી અને મારામારી કરે છે. લગભગ 4 વર્ષથી પતિ ઘર ચલાવવા માટે પૈસાની કોઈ મદદ કરતો નથી. તે ઘણી વખત સાંગાનેર પોલીસ સ્ટેશને પણ ગઈ, પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp