પુત્રવધૂએ સાસુ અને નણંદના ઘરેણા ચોર્યા, બહેન-બનેવી પણ ચોરીમાં સામેલ

PC: aajtak.in

MPના બેતુલમાંથી ચોરીનો એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પુત્રવધૂએ તેના જ ઘરમાં સાસુ અને નણંદના દાગીનાની ચોરી કરીને તેને જમીનમાં દાટી દીધ હતા. આ કેસમાં પોલીસે પુત્રવધૂ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી લગભગ 6 લાખ રૂપિયાના દાગીના જપ્ત કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, પરિવારની નાની વહુએ તેની બહેન અને બનેવી સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો.

ચોરીની ઘટના બેતુલ કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના મોતી વોર્ડમાં બની હતી. રામેશ્વર વાઘમારેએ 16 ઓગસ્ટના રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈએ તેમના ઘરમાં ઘૂસીને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. જેની કિંમત લગભગ 6 લાખ રૂપિયા છે. કોતવાલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

જ્યારે પોલીસે ઘટનાસ્થળે તપાસ કરી તો ન તો દરવાજાની કડી તૂટેલી મળી આવી ન તો એવા કોઈ પુરાવા મળ્યા કે જે બતાવે કે અહીં ચોરી થઈ છે. જ્યારે પરિવારના સભ્યોને પૂછપરછ કરવામાં આવી ત્યારે કોઈ ખાસ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આવી સ્થિતિમાં પોલીસની શંકા ઘરના સભ્યો પર જ ગઈ. બધાની કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે ઘરની નાની વહુ સંધ્યા વાઘમારે, તેની બહેન સરિતા અને બનેવી ભૈયાલાલ ચોરીમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.

આરોપીએ પોલીસને જણાવ્યું કે, 14 ઓગસ્ટના રોજ પુત્રવધૂ સંધ્યા રાખડી બાંધવા તેના પિયર સીતામઠ ગઈ હતી. તે તેની બહેન અને બનેવી સાથે તે જ દિવસે ઘરે બેતુલ પાછી આવી. જતા પહેલા તે ઘરના પાછળના દરવાજાની કડી લગાવ્યા વગર જ નીકળી ગઈ હતી. ત્યારબાદ રાત્રે ચુચાપ ત્રણેય જણા પાછલા દરવાજેથી ઘરમાં પ્રવેશ્યા અને દાગીના પર હાથ સાફ કરીને બહાર નીકળી ગયા. પોલીસે કસ્ટડીમાં લઈને ત્રણેય આરોપીઓની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, તેઓએ દાગીના જમીનમાં દાટી દીધા હતા. તેઓની કહેલી જગ્યાએથી જ્વેલરી મળી આવી હતી.

જ્યારે, TI કોતવાલી અપાલા સિંહનું કહેવું છે કે ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી અને તપાસ બાદ જાણવા મળ્યું હતું કે ઘરની નાની વહુએ 6 લાખના દાગીનાની ચોરી કરી હતી અને તેણે આ ચોરીમાં તેની બહેન અને બનેવીની મદદ લીધી હતી. ચોરેલા ઘરેણાંને જમીન નીચે દાટી દીધા હતા. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp