પ્રેમ લગ્ન પછી સાસરીયાઓના ત્રાસથી ચીખલી તા.પં. પ્રમુખની દીકરીની આત્મહત્યા

PC: youtube.com

ઘણી વાર પ્રેમ લગ્નનો કરૂણ અંજામ આવતો હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખની દીકરીએ એક વર્ષ પહેલા પોતાની ઈચ્છા અનુસાર પ્રેમ લગ્ન કર્યા હતા પરંતુ લગ્ન પછી સાસરીયાઓના અસહ્ય ત્રાસના કારણે યુવતીએ માતાને આપઘાત કરી રહી હોવાનું કહીને ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. માતા-પિતા દીકરીને બચાવવા માટે તેના સાસરિયે પહોંચ્યા ત્યાં તો દીકરીએ મોતને વ્હાલુ કરી લીધું હતું. આ સમગ્ર મામલે પોલીસે સાસરિયાઓ સામે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખ અને રાનકુવા ગામમાં રહેતા નરેન્દ્રભાઈ પટેલની દીકરી નિધિને ચીખલીના વાણિયાવાડમાં રહેતા વિશાલ કાપડીયા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. નિધિ અને વિશાલ એક બીજાની સાથે લગ્ન કરવા ઈચ્છતા હોવાથી નિધિએ સમગ્ર વાત તેના પોતાના પરિવારના સભ્યોને કરતા તેઓ બંનેના લગ્ન માટે રાજી થઇ ગયા હતા. બંને પરિવારોએ વિશાલ અને નિધિના એક વર્ષ પહેલા રાજીખુશીથી લગ્ન કર્યા હતા.

લગ્નના થોડા દિવસ પછી સાસરીયાઓ નિધિને બરાબર સાચવતા હતા પરંતુ પછી સાસરીયાઓએ નિધિને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરું હતું. પતિ વિશાલ પણ નિધિની સાથે સરખી રીતે વાતચીત કરતો નહોતો પરંતુ થોડા સમય પછી તે પોતાના પરિવારના સભ્યોની હકીકતથી વાકેફ થઇ જતા નિધિની સાથે સરખી રીતે વર્તન કરવા લાગ્યો તેથી બંનેને સાસરીયાઓનો ત્રાસ સહન કરવાનો વારો આવ્યો હતો. છેલ્લા બે દિવસથી સાસરીયાઓ ત્રાસ અસહ્ય થતા નિધિએ તેની માતાની ફોન કરીને તેને સાસરીયા દ્વારા આપવામાં આવતા ત્રાસની વાત કરી હતી.

નિધિએ તેની માતાને ફોન કરીને કહ્યું હતું કે, સાસરીયાઓ દ્વારા મને અને મારા પતિને અસહ્ય ત્રાસ આપવામાં આવે છે. પતિ વિશાલ ટેન્શનમાં છે. ત્રણ દિવસથી તેઓ ટેન્શનના કારણે કામ પર પણ ગયા નથી અને રડ્યા કરે છે. આટલી વાત કરીને પોતે કંટાળીને આપઘાત કરી રહી હોવાનું વાત માતાને કહ્યું હતું.

દીકરીની આ વાત સાંભળીને માતા-પિતા દીકરીના સાસરીયે જવા માટે રવાના થયા હતા પરંતુ જ્યાં સુધી માતા-પિતા દીકરીના સાસરીયે પહોંચે ત્યાં સુધી દીકરીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસે આ સમગ્ર મામલે સાસરીયાઓ સામે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp