બે પક્ષોના સમાધાન બાદ કેસ પાછો ખેંચવા પર કોર્ટે આપી અનોખી સજા

PC: dnaindia.com

દિલ્હીમાં એક રસપ્રદ સજાનું એલાન દિલ્હી હાઇકોર્ટે કર્યું હતું જેને લઈ ખાસ્સી ચર્ચા જાગી છે. એક ક્રિમિનલ કેસમાં બે પક્ષોએ સમાધાન કરી લેતા કેસ પાછો ખેંચવાની અપીલ કોર્ટને કરી ત્યારે કોર્ટે પણ તેમને અનોખી સજા સંભળાવી દીધી હતી.

કોર્ટે આ કેસને રદ કરતાં સમાજ પ્રત્યે સદભાવના આવે તે માટે બંને પક્ષોને 100 વૃક્ષોની વાવણી કરવા માટે આદેશ કર્યો હતો. બંને પક્ષોના સભ્યો દિલ્હીના વિકાસપુરા સ્થિત જિલ્લા પાર્કમાં 50-50 વૃક્ષો વાવવા માટે જણાવ્યું હતું અને કોર્ટે એવું પણ કહ્યું કે, ત્રણ વર્ષ સુધીમાં આ છોડવાઓની ઊંચાઈ 6 ફૂટ સુધી થઈ જવી જોઇએ અને બંને પક્ષોના લોકોને બાગ ખાતાને રિપોર્ટ કરવાની સાથે તેમજ છોડની સાથે ફોટો પાડીને 31 ઓક્ટોબર સુધીમાં કોર્ટમાં જમા કરાવવાનું પણ કહેવામાં આવ્યું છે. આ આદેશને પગલે સમગ્ર દિલ્હીમાં ખાસ્સી ચર્ચા જાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp